દિલ્હીમાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યા, હત્યા કરનારો પોતાનો જ દીકરો નિકળ્યો


નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એક વાર સનસનીખેજ હત્યાકાંડના મામલો સામે આવ્યો છે. દિલ્હીના સાઉથ વેસ્ટ જિલ્લાના પાલન વિસ્તારમાં એક જ ઘરમાંથી ચાર લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. શરુઆતી જાણકારી અનુસાર, આ આત્મહત્યા નથી, પણ હત્યાનો મામલો છે. સૂત્રોનું માનીએ તો, એક છોકરાએ પોતાના માતા-પિતા, એક બહેન અને દાદીને મોતને ઘાટ ઉતારી દીધા છે. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના, પુત્રએ પૂર્વ નેવી ઓફિસરની હત્યા કરી, તળાવમાંથી મળી આવ્યા અંગો

સૂત્રોનું માનીએ તો, આ ઘટના પાલન વિસ્તારના રાજનગર પાર્ટ-2 વિસ્તારમાં મંગળવારે લગભગ રાતના 10 કલાકને 31 મિનિટે થઈ હતી. પોલીસને આ સમયે હત્યાકાંડની જાણકારી મળી. હાલમાં આરોપી છોકરાની પોલીસે ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલી રહી છે કે, આખરે તેણે પોતાના જ પરિવારને શા માટે મોતને ઘાટ ઉતારી દીધો.

Published by:Pravin Makwana

First published:

Tags: Murder case

Source link

Leave a Comment