દીકરાએ જ ઉજાડ્યો પરિવાર: દિલ્હીના પાલમમાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યા


– આરોપીએ ચારેય લોકોની ચાકુના ઘા ઝીંકી હત્યા કરી

નવી દિલ્હી, તા. 23 નવેમ્બર 2022, બુધવાર

દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર સનસનાટીભર્યા હત્યાકાંડથી હચમચી ઉઠ્યું છે. દિલ્હીના દક્ષિણ પશ્ચિમ જિલ્લાના પાલમ વિસ્તારમાં એક ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો મામલો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દીકરાએ તેના માતા-પિતા, એક બહેન અને દાદીની હત્યા કરી નાખી છે. પોલીસે આ હત્યાકાંડના આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 10:31 વાગ્યે પાલમના રાજ નગર પાર્ટ-2 વિસ્તારમાં બની હતી. તે જ સમયે પોલીસને આ હત્યાની સૂચના મળી હતી. હાલ પોલીસે આરોપી છોકરાની ધરપકડ કરી લીધી છે અને તેણે પોતાના જ પરિવારની ખુશીમાં શા માટે આગ લગાવી તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપીએ ચારેય લોકોની ચાકુના ઘા ઝીંકીને હત્યાને અંજામ આપ્યો છે. આરોપી છોકરો ડ્રગ્સની લતથી પીડિત છે અને તાજેતરમાં જ ડ્રગ્સ એડિક્શન સેન્ટરમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ જ તેણે આ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપી છોકરાનું નામ કેશવ છે. પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કર્યું છે.

Source link

Leave a Comment