નંદુરબાર જિલ્લાની 21 વર્ષીય મહિલાના મૃતદેહને ગુરુવારે મુંબઈની સરકારી જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. “નિષ્ણાત ડોકટરોની એક સમિતિની રચના કરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ સંભવતઃ શુક્રવારે કરવામાં આવશે,” તેમણે કહ્યું, પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.
આ પણ વાંચો: પત્નીનું માથું કાપીને તળાવમાં ફેક્યું છતાં પોલીસે આરોપીને શોધી કાઢ્યો
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મહિલાનો મૃતદેહ 1 ઓગસ્ટના રોજ નંદુરબારના ધડગાંવના વાવીમાં લટકતો મળી આવ્યો હતો. તેમણે જણાવ્યું કે મહિલાના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેની પુત્રી પર ચાર શખ્સોએ બળાત્કાર કર્યો હતો.
પોલીસ તપાસ પર ઉઠાવ્યો પ્રશ્ન
મહિલાના મૃત્યુ પછી નંદુરબારની સરકારી હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ કાવતરું જાહેર ન થયા પછી આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહિલાના પિતા સહિત પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે આ મામલાની યોગ્ય તપાસ કરી નથી અને તેથી તેઓએ અંતિમ સંસ્કાર કરવાને બદલે મૃતદેહને સાચવી રાખવાનો નિર્ણય કર્યો હતો.
અધિકારીઓ 44 દિવસ પછી પોસ્ટમોર્ટમ માટે થયા સંમત
અધિકારીએ જણાવ્યું કે પરિવારે તેમના ગામમાં ધડગાંવ નગરમાં મીઠાથી ભરેલા ખાડામાં લાશને દફનાવી દીધી, કારણ કે તેઓ બીજું પોસ્ટમોર્ટમ કરાવવા માંગતા હતા જેથી મહિલાના મૃત્યુનું સત્ય જાણી શકાય. “કેટલાક અઠવાડિયા સુધી લાશને મીઠાના ખાડામાં રાખવામાં આવી હતી, ત્યારબાદ અધિકારીઓ મુંબઈમાં બીજું પોસ્ટમોર્ટમ કરવા સંમત થયા હતા. આથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગુરુવારે બપોરે જેજે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર