દેશમાં વસતી નિયંત્રણ અંગે નીતિ બનાવવી જરૂરી : મોહન ભાગવત– હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એક્તા માટે સંવાદ વધારવો પડશે : સંઘ પ્રમુખ

– આપણી એક્તા કોઇ ઓળખ મિટાવીને નથી બનતી, તેઓ આપણા છે તેથી મિત્રતા વધારવી જોઇએની ભાવના જરૂરી

– હિન્દુ-મુસ્લિમ વચ્ચે વિખવાદોને કારણે દેશના ભાગલા થયા હતા : સંઘ વડા

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ-મુસ્લિમ એક્તાનું આહવાન કર્યું હતું, તેઓએ કહ્યું હતું કે હિન્દુ-મુસ્લિમ એક્તા માટે દેશમાં સંવાદ વધારવો પડશે. તેઓએ કહ્યું હતું કે દેશના ભાગવા પણ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિખવાદોને કારણે જ થયા હતા. જે લોકો પાકિસ્તાન ગયા તેઓ પણ ખુશ નથી. આપણે જ્યારે સમરસતાની આ પ્રક્રિયામાં શક્તિવાન થઇને સંવાદ વધારીએ છીએ ત્યારે તેને ગંભીરતાથી લઇએ છીએ કેમ કે તેમાં કોઇ સ્વાર્થ નહીં પણ આત્મીયતા હોય છે.  

ભાગવતે કહ્યું હતું કે એ જણાવવું પડશે કે આપણી એક્તા કોઇ ઓળખને મિટાવીને નથી બનતી, પણ સહ અસ્તિત્વની વાત કરે છે. આ ભેદ અલગ ઓળખ અને લાભ માટે નહી, તેને દૂર કરવાનું છે, આ આપણા છે અને તેથી દોસ્તી વધારવી જોઇએ. મોહન ભાગવતે આ નિવેદન પૂર્વ સિવિલ સેવા અધિકારી મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં આપ્યું હતું. તેઓએ વસતી વધારા પર કાબુ મેળવવાની વાત પણ કરી હતી. એક દિવસ અગાઉ જ મોહન ભાગવતે મુસ્લિમો સાથે સંવાદ વધારવાના ભાગરુપે દિલ્હીમાં મદરેસા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ૩૦૦ વિદ્યાર્થીઓની સાથે સંવાદ કર્યો હતો.મોહન ભાગવતે આ દરમિયાન વસતી વધારાને કન્ટ્રોલમાં રાખવા માટેનું આહવાન પણ કર્યું હતું. 

આ પહેલા મદરેસામાં જઇને વિદ્યાર્થીઓને ભાગવતે માનવતા, દેશપ્રેમ અને નારી સમ્માનના પાઠ ભણાવ્યા હતા. ભાગવતે મદરેસાની એવા સમયે મુલાકાત લીધી છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા મદરેસાનો સરવે કરાવવામાં આવી રહ્યો છે અને વકફની સંપત્તિની પણ ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં જ ભાજપના સસ્પેન્ડ કરાયેલા નેતા નૂપુર શર્મા દ્વારા પણ વિવાદિત નિવેદન આપ્યું હતું જેનાથી પણ મુસ્લિમ સમાજ નારાજ જોવા મળ્યો હતો, આ સ્થિતિ વચ્ચે મોહન ભાગવતે મુસ્લિમ અને હિન્દુ એક્તાની વાત કરી છે અને બન્ને વચ્ચે ભાઇચારો જળવાઇ રહે તે માટે સંવાદ કરવાનું આહવાન કર્યું છે. Source link

Leave a Comment