નેશનલ ગેમ્સમાં ગુજરાતનો ગોલ્ડ મેડલ સાથે શુભારંભ : ટેબલ ટેનિસમાં મેન્સ ટીમ ચેમ્પિયન


– ફાઈનલમાં દિલ્હીને આસાનીથી ૩-૦થી પરાજય આપ્યો

– પશ્ચિમ બંગાળની મહિલા ટીમે મહારાષ્ટ્રને હરાવીને ટાઈટલ જીત્યું

અમદાવાદ, તા. ૨૧

ગુજરાતે
ઘરઆંગણાની નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ સાથે શુભારંભ કર્યો હતો. ટેબલ ટેનિસમા મેન્સ
ટીમ ઈવેન્ટમાં ગુજરાતે ફાઈનલમાં દિલ્હીને ૩-૦થી હરાવીને ગોલ્ડમેડલ જીતી લીધો હતો.
ગુજરાતના આંતરરાષ્ટ્રીય સ્ટાર હરમીત દેસાઈની સાથે માનવ ઠક્કર અને માનુષ શાહે
ફાઈનલમાં ત્રણેય સિંગલ્સ જીતી લીધી હતી.

ટેબલ
ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નેશનલ ગેમ્સ અંતર્ગતની
ઈવેન્ટ સત્તાવાર ઉદ્ઘાટન પહેલા હાલમાં શરૃ કરી દેવામાં આવી છે. જ્યારે નેશનલ
ગેમ્સનો ઉદ્ઘાટન સંમારંભ ૨૯મી સપ્ટેમ્બરે થવાનો છે. જ્યારે ઈવેન્ટ્સ ૨૭મી
સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન યોજાશે. 
આજે રમાયેલી મેન્સ ટેબલ ટેનિસની ફાઈનલમા ગુજરાતના માનવ ઠક્કરે ૩-૦થી
દિલ્હીના સુધાંશુ ગ્રોવરને હરાવ્યો હતો. જ્યારે ગુજરાતના કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય
ખેલાડી હરમીત દેસાઈએ પાયસ જૈનને ૩-૦થી પરાજીત કર્યો હતો. માનુષ શાહે ૩-૦થી યશ
મલિકને હરાવતા ગુજરાતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

અગાઉ
ગુજરાતે સેમિ ફાઈનલમાં પશ્ચિમ બંગાળને ૩-૦થી હરાવીને આગેકૂચ કરી હતી. હરમીત દેસાઈએ
૧-૨થી પાછળ પડયા બાદ જોરદાર કમબેક કરતાં અનિર્બાન ઘોષને ૩-૨થી પરાજીત કરતાં
ગુજરાતને પશ્ચિમ બંગાળ સામની સેમિ ફાઈનલમાં સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ માનવ
ઠક્કેર રોનિત ભાંજાને ૩-૦થી અને માનુષ શાહે ૩-૧થી જીત ચંદ્રાને હરાવતા ગુજરાતને
ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો.

મહારાષ્ટ્ર
અને પશ્ચિમ બંગાળની મેન્સ ટેબલ ટેનિસ ટીમને બ્રોન્ઝમેડલ મળ્યા હતા.. જ્યારે
મહિલાઓની ટીમ ઈવેન્ટમાં પશ્ચિમ બંગાળે ગોલ્ડ જીત્યો હતો. તેમણે ફાઈનલમાં
મહારાષ્ટ્રનેહરાવ્યું હતુ. જ્યારે તેલંગણા અને તમિલનાડુને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.Source link

Leave a Comment