પર્યાવરણ સંરક્ષણએ આજના સમયની જરૂરિયાત


પાટણ: પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુરૂવારના રોજ જુરાસિક વર્લ્ડ પર સાયન્ટિફિક-શો અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘પર્યાવરણ સંરક્ષણએ આજના સમયની જરૂરિયાત છે. આજના વિશ્વના સળગતા મુદ્દાઓ છે. વાયુ પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન વગેરે જેના ઉપર ધ્યાન આપવું જરૂરી છે.’

વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી

આ દરમિયાન વિદ્યાર્થીઓ પર્યાવરણના આ તમામ સળગતા પ્રશ્નો વિશે જાગૃત અને જિજ્ઞાસુ થયા હતા. ત્યારબાદ, આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને ડાયનાસોર રાઈડ તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી હતી. રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે.આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કઝાકિસ્તાનમાં તબીબી નિપુણતાનો ડંકો વગાડ્યો

આ સેન્ટર 100 કરોડના ખર્ચે બનેલું છે

આ વકૅ શોપમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકો એ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત લઈ 5-ડી થિયેટર તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી હતી. 100 કરોડના ખર્ચે બનેલા આ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકોર્પણ કરવામાં આવ્યું હતુ. આ સેન્ટર લોકોમાં તકનિકી જાગૃતિ અને સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે મહત્વનું સ્થળ બની રહેશે. 34 હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું આ સેન્ટર 100 કરોડના ખર્ચે બનાવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીનો બચ્યો જીવ, ડૉક્ટરે જણાવી જાણવી હકીકત

પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે

લોકોમાં આકર્ષણ વધારવા માટે ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમાં લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઈડ્રોપોનિક્સ ગેલેરી, કેમેસ્ટ્રી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, ઓપ્ટિક્સ ગેલેરી અને હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેસ કરવામાં આવ્યો છે. આ સાથે સાથે અહીં અન્ય આકર્ષણોમાં 3ડી થિયેટર, વિજ્ઞાનની થીમ આધારીત પાર્ક અને વર્કશોપ પણ બનાવામાં આવેલા છે. આ સ્થળની પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. અહીં ઓપ્ટિકલ ઈલ્લીયુઝનની રોમાંચક દુનિયા ઓપ્ટિક્સ ગેલેરીમાં જોવા માટે પણ લોકો આવતા હોય છે.

આ પણ વાંચો: માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી, ચાર ડિગ્રી તાપમાન ઘટી જતાં પ્રવાસીઓ ઠુંઠવાયા

બ્રેકીઓસૌરસ ડાયનાસોર પણ બનાવેલો છે

આ સાથે સાથે આ સ્થળની મુલાકાત લેવા માટે આવતા લોકોને જીવ સૃષ્ટિનો ઈતિહાસ યાદ કરાવા માટે અહીં જુરાસિક પાર્ક બનાવાયો છે, જેનાથી લોકો જુરાસિક પાર્કનો હુબહુ અનુભવ થાય છે. અહીં ભારતનો સૌથી ઊંચો 57 ફૂટનો બ્રેકીઓસૌરસ ડાયનાસોર પણ બનાવેલો છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યે રૂચી અને અભિરૂચી વધારવા માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ આકર્ષણનું કેન્દ્ર છે.

Published by:Vimal Prajapati

First published:

Tags: Patan news, Science News, ગુજરાતSource link

Leave a Comment