અમે એક અદ્ભુત માનવીને ગુમાવ્યો
જેસન ડેવિડ ફ્રેન્કના મેનેજર જસ્ટીન હંટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રેન્કનું નિધન થયું છે. જોકે, તેમણે મૃત્યુનું કારણ અને ફ્રેન્ક ક્યારે મૃત્યુ પામ્યા તે અંગે જાણકારી આપી નહોતી, તેમણે કહ્યું “આ ભયાનક સમય દરમિયાન તેના પરિવાર અને મિત્રોની ગોપનીયતા જળવાય, કારણ કે અમે એક અદ્ભુત માનવીને ગુમાવ્યો છે.”
માઇટી મોર્ફિન પાવર રેન્જર્સમાં ફ્રેન્ક સાથે બ્લેક પાવર રેન્જરની સહ-અભિનયની ભૂમિકા ભજવનાર વોલ્ટર એમેન્યુઅલ જોન્સે Instagram પર લખ્યું કે, તે વિશ્વાસ કરી શકતો નથી. જોન્સે લખ્યું, “અમારા ખાસ પરિવારના અન્ય સભ્યને ગુમાવવાથી મારું હૃદય દુઃખી છે.” ઉલ્લેખનીય છે કે, યલો પાવર રેન્જરની ભૂમિકા ભજવનાર થુય ત્રાંગનું 27 વર્ષની વયે વર્ષ 2001માં કાર અકસ્માતમાં અવસાન થયું હતું.
શોના સૌથી લોકપ્રિય પાત્રોમાંનો એક
1993માં માઇટી મોર્ફિન પાવર રેન્જર્સે ફોક્સ પર ડેબ્યૂ કર્યું હતું, જેમાં પાંચ યુવકો પૃથ્વીને દુષ્ટતાથી બચાવતા જોવા મળ્યા હતા. જોકે, પ્રથમ સીઝનની શરૂઆતમાં ફ્રેન્કના ટોમી ઓલિવરને સૌપ્રથમ વિલન તરીકે બતાવાયો હતો, જે રીટા રેપલ્સા દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવ્યો હતો. પરંતુ તરત જ તેને ગ્રીન રેન્જર તરીકે જૂથમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તે શોના સૌથી લોકપ્રિય પાત્રોમાંનો એક બન્યો.
આ પણ વાંચો: બૉલીવુડનાં જાણીતા અભિનેત્રીનું નિધન, ભારતનાં પ્રથમ ટીવી ટોક શોનાં હોસ્ટ તરીકે યાદ રહેશે
સ્પિનઓફ ટીવી સિરીઝમાં ફ્રેન્કનો ટોમી ઓલિવર અન્ય રેન્જર્સ તરીકે પાછો ફર્યો, તેમજ રેડ ઝીઓ રેન્જર, રેડ ટર્બો રેન્જર અને બ્લેક ડિનો રેન્જરનો સમાવેશ થાય છે. તેણે માઇટી મોર્ફિન પાવર રેન્જર્સ: ધ મૂવી અને ટર્બો: એ પાવર રેન્જર્સ મૂવીમાં પણ તેની ભૂમિકા ભજવી હતી અને 2017 રીબૂટ પાવર રેન્જર્સમાં તેણે કેમિયો કર્યો હતો. માર્શલ આર્ટના પ્રેક્ટિશનર ફ્રેન્ક 2009 અને 2010માં ઘણી મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધાઓમાં લડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, TMZ ન્યૂઝના રિપોર્ટ્સ અનુસાર, ફ્રેન્કની બીજી પત્ની ટેમી ફ્રેન્કે ઓગસ્ટમાં તેની પાસેથી છૂટાછેડાની અરજી કરી હતી. ફ્રેન્કને ચાર બાળકો છે. જેમાંથી એક ટેમી ફ્રેન્ક સાથેના તેમના લગ્નમાંથી અને ત્રણ શાવના ફ્રેન્ક સાથેના તેમના પ્રથમ લગ્નમાંથી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Celebrity, Deaths, Television, Television news, Tv news