પીએનસી ઈન્ફ્રાટેકના શેરોમાં વર્તમાન સ્તરથી લગભગ 55 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે.


નવી દિલ્હીઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચચર સેક્રટરની કંપની પીએનસી ઈન્ફ્રાટેકના શેરોમાં વર્તમાન સ્તરથી લગભગ 55 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. સ્થાનિક બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે તેના એક રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે. બ્રોકરેજ ફર્મે કહ્યુ છે કે, PNC Infratech ના સપ્ટેમ્બર ક્વાટરના પરિણામ પછી અમારા અંદાજ પ્રમાણે નબળા રહ્યા છે. પરંતુ તેની બેલેન્સ શીટ મજબૂત દેખાઈ રહી છે અને નાણાકીય વર્ષ 2025 સુધી તે 80 બિલિયનના પ્રોજેક્ટને મંજૂરી આપે તેવી શક્યતા છે. તેનાથી કંપનીની આવકમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી શકે છે.

HDFC સિક્યોરિટીઝે PNC Infratechના શેરોને બય રેટિંગ આપી છે અને તેની લક્ષ્ય કિંમત વધારીને પ્રતિ શેર 410 રૂપિયા કરી દીધી છે.

સપ્ટેમ્બર ક્વાટરના પરિણામ નબળા રહ્યા

બ્રોકરેડે રિપોર્ટમાં કહ્યુ કે, ‘PNC Infratech ના સપ્ટેમ્બર ક્વાટરમાં આવર, EBITDA અને નફો ક્રમશઃ 15.6 બિલિયન, 2.1 બિલિયન અને 1.3 બિલિયન રૂપિયા રહ્યો છે. કંપનીએ આ ત્રણ તબક્કે અમારા અંદાજને ક્રમશઃ 5.5 ટકા, 6.9 ટકા અને 4.4 ટકા મિસ કર્યો છે. કંપની JJM વોટર પ્રોજેક્ટના DPR ને મંજૂરી મળવામાં મોડુ થયુ હોવાથી તેના પ્રદર્શન પર ઘણી અસર પડી છે.

આ પણ વાંચોઃ Kayens Technology ના શેરનું 33% ના ઉછાળા સાથે ધમાકેદાર લિસ્ટિંગ, હવે આગળ રાખી મૂકવા કે વેચી દેવા?

PNC Infratechનું કેશ બેલેન્સ શાનદાર

HDFC સિક્યોરિટીઝે આવળ કહ્યુ કે, ‘PNCએ નાણાકીય વર્ષ 2023માં તેની આવકમાં વાર્ષિક આધાર પર 10-15 ટકા અને EBITDA માર્જિનમાં 13-13.5 ટકાની વૃદ્ધિના અંદાજને કાયમ રાખ્યુ છે. કંપનીની ગ્રોસ ડે વધીને 2.8 બિલિયન પર આવી ગઈ છે, જે જૂનમાં 3 બિલિયન હતી. જ્યારે કંપનીની પાસે 5.2 બિલિયન કેશ બેલેન્સ છે. દેવું ઘટાડીવા પર PNC ની પાસે 2.4 બિલિયન રૂપિયાની ચોખ્ખી રોકડ બચે છે, જે જૂન ક્વાટરમાં 1.6 બિલિયન હતી.’

HDFC સિક્યોરિટીઝે આ સલાહ આપી

બ્રોકરેજે કહ્યુ કે, ‘કંપની નાણાકીય વર્ષ 2023માં 1-1.2 બિલિયનનો ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં લગભગ 22 કરોડ રૂપિયા પહેલા છ મહિનામાં ખર્ચ કરવામાં આવ્યા છે. કંપનીની મજબૂત ઓફ બેલેન્સ શીટ અને આરામદાયક બેલેન્સ શીટને ધ્યાનમાં રાખીને, અમે 410 રૂપિયાની લક્ષ્ય કિંમતની સાથે પીએનસી પર BUY રેટિંગ કાયમ રાખી છે.’

આ પણ વાંચોઃ સોના ચાંદીમાં આજે ફરી ચમક આવી, જુઓ નવી કિંમતો

PNC Infratechના શેરોનું પ્રદર્શન

આ વચ્ચે PNC Infratechના શેર સોમવારે 21 નવેમ્બરે એનએસઈ પર 1.65 ટકા ઘટીને 265.90 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. ગત એક મહિનામાં કંપનીના શેરમાં લગભઘ 2.31 ટકાની મજબૂતી જોવા મળી છે. જ્યારે ગત 6 મહિનામાં તેના શેર લગભગ 6.40 ટકા વધ્યા છે. જો કે ગત એક વર્ષમાં કંપનીના શેરોમાં લગભગ 13.63 ટકા તેજી આવી છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Investment tips, Stock marketSource link

Leave a Comment