પીઓકે પર કબ્જો કરવા માટે સેના તૈયાર, બસ મોદી સરકારના ઈશારાની જોઈ રહ્યા છે રાહ


શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવામાં લાગેલી સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. આ તમામની વચ્ચે પીઓકેને પાછુ લેવા માટે સેના તૈયાર છે. આ વાતની જાણકારી ખુદ સેનાના ઉત્તરી કમાનના પ્રમુખ લેફ્ટિનેંટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપી છે. તેમણે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (POK)ને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પીઓકે પાછુ લેવા માટે સેના તૈયાર છે. બસ સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો:  નહેરુની આ 5 ભૂલોના પરીણામ આજે પણ ભોગવી રહ્યું છે જમ્મુ-કાશ્મીર અને ભારત રિજિજૂ

મતલબ સ્પષ્ટ છે કે, સરકાર તરફથી આદેશ આવતા જ સેના પીઓકેને પાછુ લેવાનું અભિયાનમાં લાગી જશે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સેના સતત જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને જડબાતોડ જવાબ આપી ઘુસણખોરી અટકાવવાની કોશિશ કરી રહ્યું છે. મંગળવારે પણ જમ્મુ કાશ્મીરમાં આતંરરાષ્ટ્રીય સરહદથી દેશમાં ઘુસણખોરીની અલગ અલગ કોશિશો બીએસએફના જવાનોએ નિષ્ફળ કરી દીધી હતી. બીએસએફના એક પ્રવક્તાએ આ જાણકારી આપી છે.

જવાનોએ ઘુસણખોરીના પ્લાનને નિષ્ફળ કર્યો

તેમણે જણાવ્યું છે કે, એક ઘટનામાં એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર થયો છે. જ્યારે બીજી ઘટનામાં એક અન્ય શખ્સની ધરપકડ થઈ છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સતર્ક જવાનોએ સોમવારે સવારે જમ્મુના અરણિયા સેક્ટર અને સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરવાની કોશિશો નિષ્ફળ કરી દીધી હતી.

Published by:Pravin Makwana

First published:

Tags: Jammu and kashmir, PokSource link

Leave a Comment