આ પણ વાંચોઃ ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ
PPF એકાઉન્ટ કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. હાલના સમયમાં પોસ્ટ ઓફિસની સ્કીમમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને વ્યાજદરમાં ફેરફાર કરે છે. એમાં રોકાણ કરનારને સરકાર તરફથી અન્ય લાભો પ્રાપ્ત થતા રહે છે. ચાલો જાણીએ કે આ સ્કીમની મદદથી તમે કઈ રીતે કરોડપતિ બની શકો છો.
આ રીતે કરોડપતિ બની શકાય છે
હાલમાં નક્કી કરેલા વ્યાજદર 7.1% મુજબ 25 વર્ષ માટે જો રોકાણ કરવામાં આવે તો 1.03 કરોડ મળવા પાત્ર છે. એના માટે ધ્યાન રાખવાની વાત એ છે કે PPF ખાતામાં તમે વાર્ષિક 1.5 લાખથી વધુનું રોકાણ કરી શકશો નહિ. તમને રોકાણ પર ટેક્સ મુક્તિ, પ્રાપ્ત વ્યાજ અને પાકતી મુદત પર ઉપાડની સુવિધા મળે છે. આ એકાઉન્ટની ખાસિયત એ છે કે તે કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટ બેંકમાં ખોલી શકાય છે.
આ પણ વાંચોઃ હવે કેનેડામાં મળી શકે છે એક્સપ્રેસ એન્ટ્રી, આ 16 વ્યવસાયમાં સીધી જ મળી જશે નોકરી
સરળતાથી લોન મળવા પાત્ર
આ એકાઉન્ટનો મેઈન ફાયદો એ છે કે તમને તેના આધારે ઘણા ફાયદાઓ થશે. જેમ કે તમે તેના આધારે આશાનીથી લોન મેળવી શકશો. પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર રહેલી જાણકારી અનુસાર તમે આ ખાતું ખોલાવ્યાના એક વર્ષ બાદ તરતજ લોન મેળવી શકો છો. તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે આ લાભ એકાઉન્ટ ખોલ્યાના દિવસથી પાંચ વર્ષ સુધી મળવા પાત્ર છે. લોન લેવા માટે ફોર્મ ડી સાથે પાસબુક લઇ જવાની રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Investment tips, Investment રોકાણ, Money Investment, Post Office Scheme