પ્યાર હમારા અમર રહેગા: યુવકે પ્રેમિકાની ડેડબોડી સાથે લગ્ન કર્યા, છોકરીની અંતિમ ઈચ્છા પુરી કરી


ગુવાહાટી: સોશિયલ મીડિયા પર દરરોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતાં રહે છે. હાલમાં જ એક ભાવૂક કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક શખ્સ પોતાની મૃત ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. એટલું જ નહીં આ શખ્સે પોતાની ગર્લફ્રેન્ડની લાશ સાથે એ વચન આપ્યું હતું કે, તે હવે બીજા લગ્ન કરશે નહીં. વીડિયોને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, તે ભાવૂક થઈ રહ્યા છે. કેમ કે સૌ કોઈ પોતાના સાથી સાથે પોતાની જિંદગી વિતાવવાના સપના જોવે છે, પણ અહીં મામલો ઉલ્ટો છે. આ ઘટના શુક્રવારની હોવાનું કહેવાય છે.

આ મામલો આસામની રાજધાની ગુવાહાટી અંતર્ગત આવતા એક ગામનો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, 27 વર્ષિયા બિટુપન પોતાની પ્રેમિકા સાથે એ તમામ વિધિ અને રસમો પુરી કરે છે, જે એક સામાન્ય લગ્ન દરમિયાન કરવામાં આવે છે. જો કે, તે જાણે છે કે, તેની પ્રેમિકા હવે આ દુનિયામાં નથી. આ શખ્સ પોતાની પ્રેમિકાના માથામાં સિંદુર ભરે છે અને તેના ગળામાં સફેદ હાર પણ પહેરાવે છે.

આ પણ વાંચો: Shraddha case: બે વર્ષ પહેલા શ્રદ્ધાને અણસાર આવી ગયો હતો, આફતાબ મારા ટુકડા કરી નાખશે

પરિવારના સભ્યોએ કહ્યું કે, મોરીગાંવ નિવાસી બિટુપન લાંબા સમયથી આ છોકરીને પ્રેમ કરતો હતો. બંનેના પરિવારના સભ્યો આ સંબંધ તથા તેમના લગ્નને લઈને પ્લાન બનાવી રહ્યા હતા, ત્યાં અચાનક યુવતી થોડા દિવસ પહેલા બિમાર પડી અને તેને ગુવાહાટીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તમામ કોશિશો કરવા છોકરીને બચાવી શક્યા નહીં. શુક્રવારે આ છોકરીનું નિધન થઈ ગયું.

પોતાની પ્રેમિકાના મોતના સમાચાર મળતા બિટુપનના તમામ સપના તૂટી ગયા, જો કે તેમ છતાં પણ તેનાથી જે પણ બની શકતું હતું તેણે કર્યું. તેણે લગ્નનો સામાન લીધો અને છોકરીના ઘર તરફ જવા નિકળી પડ્યો. ત્યાં પહોંચીને છોકરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાં હાજર લોકો હેરાન રહી ગયા, કારણ કે બિટુપન જે ઈચ્છતો હતો, તેવું તો લોકોએ વિચાર્યું પણ નહોતું. કોઈ વિચારી પણ ન શકે કે, આજના યુગમાં આવા પ્રકારના પ્રેમી પણ મળી શકે. પરિવારના સભ્યોએ તેને રોકવાની પુરી કોશિશ કરી, પણ તે માન્યો નહીં, જે બાદ પરિવારના સભ્યોએ તેની ઈચ્છા પુરી કરી.

Published by:Pravin Makwana

First published:

Tags: Love story, આસામSource link

Leave a Comment