ફૂટબૉલ વર્લ્ડકપમાં પ્રથમ મોટો અપસેટ : આર્જેન્ટિના પ્રથમ મૅચમાં હાર્યુ, 36 મૅચનો વિજયરથ અટક્યોનવી દિલ્હી,તા.22 નવેમ્બર-2022, મંગળવાર

ફિફા વર્લ્ડકપમાં 2022નો પ્રથમ મોટો અપસેટ સર્જાયો છે. મંગળવારે લુસેલ સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીની મેચમાં સાઉદી અરેબિયાએ અર્જેન્ટીનાને 2-1થી હરાવ્યું છે. આમ સાઉદી અરેબીયાએ અર્જેન્ટીનાનો 36 મેચનો વિજયરથ અટકાવ્યો હતો. આર્જેન્ટિના છેલ્લા ૩૬ મેચમાં ક્યારેય હારી ન હતી . આજે તેના વિજયની હારમાળા અટકી ગઈ હતી. ફુટબોલ જગતના ઈતિહાસમાં સાઉદી અરેબિયાએ અર્જેન્ટીના સામે પ્રથમ મેચ જીતી છે. અગાઉ બંને દેશો વચ્ચે કુલ ચાર મેચો રમાઈ હતી, જેમાં અર્જેન્ટીના બે મેચ જીતી હતી અને અન્ય બે મેચો ડ્રો થઈ હતી.

પ્રથમ હાફમાં અર્જેન્ટીએ કર્યો પ્રથમ ગોલ

આ મેચમાં 10મી મીનિટે જ પ્રથમ ગોલ થઈ ગયો હતો. આ ગોલ કેપ્ટન લીઓનેલ મેસ્સીએ પેનલ્ટી દ્વારા કર્યો હતો. સાઉદી અરેબિયાના ખેલાડી અબ્દુલ્લાહમિદે અર્જેન્ટીનાના ખેલાડીને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તે સાઉદી અરેબિયાના બોક્સમાં જઈને પડ્યો. ત્યારબાદ રેફરીએ VAR ચેક દ્વારા અર્જેન્ટીનાને પેનલ્ટી આપી અને મેસ્સીએ આ પેનલ્ટીનો લાભ ઉઠાવી ગોલ કરવામાં સફળ થયો.

પ્રથમ હાફમાં બંને દેશોએ ગોલ કર્યા પણ બંને ઓફસાઈટ જાહેર કરાયા

પ્રથમ હાફમાં અર્જેન્ટીએ પણ ગોલ કરવાના ભરપૂર પ્રયાસ કર્યા, જોકે તે સત્તાવાર રીતે સફળ થયું નહીં. ત્યારબાદ લોટારો માર્ટિનેજે પણ એક ગોલ કર્યો હતો, જોકે તેને રદ કરવામાં આવ્યો, કારણ કે VARએ આ ગોલને ઓફસાઈડ જાહેર કર્યો હતો. આ ઉપરાંત પ્રથમ હાફમાં મેસ્સીનો ગોલ પણ ઓફસાઈડ જાહેર કરાયો હતો.

મેચના બીજા હાફમાં સાઉદી અરેબિયા સફળ થયું

મેચના બીજા હાફમાં સાઉદી અરેબિયાએ કમાલ કરી દીધો. અરેબિયાના ખેલાડી અલશેહરીએ મેચની 48મી મિનિટમાં પ્રથમ ગોલ કર્યો, ત્યારબાદ 54મી મિનિટમાં સલેમ અલ-દાવસારીએ ગોલ કરી ટીમને 2-1થી આગળ લઈ ગયા. આ સાથે જ સાઉદી અરેબિયાનો અર્જેન્ટીના સામે વિજય થયો.

સાઉદી અરેબિયાની ટીમ

મોહમ્મદ અલ-ઓવૈસ (ગોલકીપર), સઉદ અબ્દુલહમિદ, હસન અલ-તમ્બાકતી, અલી અલ-બુલાયહી, યાસર અલ-શાહરાની, મોહમ્મદ કન્નો, અબ્દુલ્લાહ અલ-મલ્કી, સલમાન અલ-ફરાજ (કેપ્ટન), સલેમ અલ-દાવસારી, ફિરાસ અલ-બ્રિકેન, સાલેહ અલ-શેહરી.

આર્જેન્ટિનાની ટીમ

ઈમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), નહુએલ મોલિના, ક્રિસ્ટિયન રોમેરો, નિકોલસ ઓટામેન્ડી, નિકોલસ ટૈગેલિયાફિકો, રોડ્રિગો ડી પૉલ, લિએન્ડ્રો પરેડેસ, એલેજાન્ડ્રો ગોમેઝ, , લોટારો માર્ટિનેઝ, એન્જલ ડી મારિયા, લિયોનેલ મેસ્સી (કેપ્ટન).Source link

Leave a Comment