ફેસબુકમાં કમ્યુનિટી ચેટિંગનું નવું ફીચર



- yk¾uyk¾k
RLxhLkuxLke su{ nðu MkkurþÞ÷ {erzÞk{kt Ãký ÍzÃkÚke VuhVkhku ykðe hÌkk Au

- VuMkçkwf
yLku {uMkuLshLkkt økúqÃMk{kt nðu xkurÃkõMk ykÄkrhík ÷kRð [u®xøk þõÞ çkLkþu

સોશિયલ મીડિયાની
દુનિયા સતત બદલાતી રહે છે. ખાસ કરીને પાછલાં થોડાં વર્ષોમાં આખી દુનિયા પર ટિકટોક
એપ એટલી હદે છવાઈ ગઈ છે કે ફેસબુક
, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યૂબને તો તેની સીધી અસર થાય જ, પણ ગૂગલ સર્ચને પણ
ટિકટોકની ઝાળ લાગી રહી છે.

ભારતમાં ટિકટોક પર
પ્રતિબંધ મૂકાઈ ગયો છે
, પણ દુનિયામાં બીજે બધે ટિકટોકની ધાક એવી ફેલાઈ રહી
છે કે તેની હરીફાઈનો સામનો કરવા માટે ખાસ કરીને મેટા કંપની તેની એપ્સ અને
સર્વિસીઝમાં આડેધડ લાગે તેવા ફેરફારો કરવા લાગી છે.

ફેસબુકની ફીડમાં આની
દેખીતી અસર થઈ છે અને આપણે જેમને કોઈ રીતે ઓળખતા ન હોઈએ એમનું કન્ટેન્ટ વધુ ને વધુ
દેખાવા લાગ્યું છે (મતલબ કે ખરા ફ્રેન્ડનું કન્ટેન્ટ દેખાવાનું પ્રમાણ ઘટી રહ્યું
છે).
‘નવાં ફીચર’
આપવાની ઉતાવળમાં હવે ફેસબુક અને મેસેન્જરમાં
‘કમ્યૂનિટી
ચેટ
’ ઉમેરાઈ રહી છે, જે એ જ પ્રકારની ‘ડિસ્કોર્ડ’ નામની સર્વિસની કોપી
છે.

ભારતની વોટ્સએપમાં
એક્ટિવ જનરેશને આ કમ્યૂનિટી ચેટિંગ અને ડિસ્કોર્ડ વિશે જાણવું જરૂરી છે કેમ કે
ટીનેજર્સ અને એથીય નાનાં બાળકો
, કોઈ મોડરેશન વિનાના ચેટિંગમાં ખાસ્સાં આગળ વધી
રહ્યાં છે.

VuMkçkwf{kt
ykðu Au ‘rzMfkuzo’ suðe fBÞqrLkxe [ux!

મેટા કંપનીએ હમણાં
જાહેરાત કરી છે કે તે ફેસબુક-મેસેન્જરમાં
‘કમ્યૂનિટી ચેટ’નું ફીચર ઉમેરી રહી
છે. પહેલી નજરે આ અદ્દલ
‘ડિસ્કોર્ડ’
જેવું ફીચર હશે. આપણને થોડી નવાઈ લાગે કે
એફબી કે મેસેન્જરમાં આપણે અન્યો સાથે ચેટ તો કરીએ જ છીએ
, પછી આમાં ફેર શું હશે? ફેર એ હશે કે તેમાં
ટેક્સ્ટ
, ઓડિયો અને વીડિયોની મદદથી, ચોક્કસ કમ્યૂનિટીના
લોકો
‘લાઇવ’ ચેટિંગ કરી શકશે અને તેમાં લોકોના એકઠા થવાની ધરી
કોઈ ચોક્કસ ટોપિક હશે.

ધારો કે તમને વેજ
રેસિપીઝમાં અથવા ફિઝિક્સનાં સિમ્યૂલેશનમાં રસ છે
, તો એ ટોપિકની
કમ્યૂનિટીમાં જોડાઈને
, જે તે ક્ષણે આ જ ટોપિક પર બીજા લોકો જે ચર્ચા કરતા
હોય તેમાં ઝુકાવી શકો. આમાં ટેક્સ્ટ લખો તો એ સાદી ચેટ જેવી વાત થાય
, પણ ઓડિયો-વીડિયો, તત્ક્ષણ અને લાઇવ
હોય. એમાં અત્યારની જેમ આપણે કંઈક પોસ્ટ કરીએ અને બીજા લોકો થોડા સમય કે દિવસ પછી
કંઈક કમેન્ટ આપે એવું નહીં
, બધું જ ઇન્સ્ટન્ટ! ઇન્ટરનેટના શરૂઆતના સમયમાં આવા
ચેટરૂમ્સ હતા જ
, એ હવે નવા સ્વરૂપે રીવાઇવ થઈ રહ્યા છે. અગાઉના ચેટરૂમમાં
તદ્દન અજાણી વ્યક્તિઓ સાથે પણ ચેટિંગ થતું અને એ એ કારણે એ જોખમી રહેતું - એવું
જોખમ હજી પણ છે!

Ãký yk
‘rzMfkuzo’ MkŠðMk þwt Au,
yu íkku
fnku?

‘મારે ‘ડિસ્કોર્ડ’
સાથે શી લેવાદેવાતમને આ સવાલ થઈ શકે.
લેવાદેવા એ છે કે આપણાં સંતાનો ડિસ્કોર્ડ પર જબરજસ્ત એક્ટિવ છે. ભારતમાં લગભગ બધી
જનરેશનના લોકો વોટ્સએપ પર છે અને યંગ જનરેશન ડિસ્કોર્ડ પર વધુ એક્ટિવ
, જેના વિશે લોકો ખાસ
કંઈ જાણતા નથી. ડિસ્કોર્ડ ઘણે અંશે વોટ્સએપ જેવી જ સર્વિસ છે
, તેમાં ગ્રૂપની જેમ ‘સર્વર્સ’ હોય છે. લોકો અલગ અલગ
ટોપિકની ચેનલ બનાવી શકે
, જેમાં મોટા ભાગે ઇન્વિટેશનથી જ પ્રવેશ મળે. ચેનલમાં
સામેલ લોકો વોઇસ
, વીડિયો અને ટેક્સ્ટથી ચેટિંગ કરી શકે.

ટાબરિયાં સ્કૂલમાં જ
ગ્રૂપ બનાવી
, પોતપોતાને ઘેર, પોતપોતાના મોબાઇલમાં
એક જ ગેમ રમે અને ત્યારે ડિસ્કોર્ડ પર પોતાના ગ્રૂપની વોઇસ ચેનલ બનાવી
, તેમાં ગેમ રમતાં
રમતાં વાતો પણ કરે - આ ડિસ્કોર્ડનો સાદો કન્સેપ્ટ છે અને જબરો પોપ્યુલર છે.
પશ્ર્ચિમના દેશોમાં વોટ્સએપ આપણા જેટલી પોપ્યુલર નથી
, ત્યાં એક કુટુંબના
ત્રણ-ચાર લોકો કે વિશાળ પરિવાર કે કોલેજ સ્ટુડન્ટ્સનાં મોટાં ગ્રૂપ કે બિઝનેસ
ટીમ્સ પણ ડિસ્કોર્ડ પર ચેનલ્સ બનાવી એકમેકના સંપર્કમાં રહે છે. ડિસ્કોર્ડને આપણે
કોઈ રૂમ સાથે સરખાવી શકીએ
, જેમાં હાજર લોકો સતત જુદી જુદી રીતે એકમેક સાથે વાત
કરી શકે.

rzMfkuzo
yLku ðkuxTMkyuÃk ÷øk¼øk Mkh¾e s MkŠðMk Au?

વોટ્સએપ પર આપણે
જેમને વાસ્તવમાં ઓળખતા હોઈએ
, મોટા ભાગે એમની જ સાથે સંપર્કમાં રહીએ છીએ.
ડિસ્કોર્ડ એવું જ હોવાની ખાતરી નથી અને ફેસબુકની નવી કમ્યૂનિટી ચેટમાં પણ એવું
કદાચ નહીં હોય. ડિસ્કોર્ડમાં લગભગ ઇન્વિટેશનથી જ સર્વર-ચેનલમાં જોડાઈ શકાય છે
, તેમ છતાં તેમાં
ટીનેજર્સ તદ્દન અજાણી વ્યક્તિ સાથે સંપર્કમાં આવે એવું બની શકે
, ખાસ કરીને ઓનલાઇન
મલ્ટિપ્લેયર ગેમ્સ રમતી વખતે. આવું ચેટિંગ લાઇવ હોવાથી તેમાં કોઈ પ્રકારનું
મોડરેશન થતું નથી
, સિવાય કે કોઈ વોઇસ-વીડિયો રેકોર્ડ કરતું હોય (જો
રેકોર્ડ કરતું હોય તો એ વળી નવો પ્રોબ્લેમ!).

આથી જો તમારું સંતાન
ઓનલાઇન મલ્ટિપ્લેયર ગેમ્સ રમતું હોય અને ડિસ્કોર્ડ એપ્સમાં અન્ય પ્લેયર્સ સાથે
તેનું ચેટિંગ થતું હોય તો
, કમ સે કમ એ શું ચેટ કરે છે, કેવા લોકો સાથે ચેટ
કરે છે વગેરે પર થોડું ધ્યાન આપવા જેવું છે. એવા પણ ઘણા કિસ્સા બને છે જેમાં
ટીનેજર્સ માટેની ગેમ્સમાં કોઈ મોટી વ્યક્તિ ટીનેજર તરીકે જોડાઈ ગઈ હોય અને પછી
અન્ય ગ્રૂપ મેમ્બરને એ પ્રાઇવેટ ચેટ તરફ પણ દોરી જાય.

મોબાઇલ જેટલો નિર્દોષ
ને ઉપયોગી લાગે છે
, એટલો જ જોખમી પણ છે!



Source link

Leave a Comment