ફેસબ્રુકમાં પ્રોફાઈલ ડેટા બદલાયો .


લોકોનો ડેટા વિવિધ પ્રકારે એકઠો કરવા માટે ફેસબુક હંમેશા વિવાદાસ્પદ રહી છે.
જો તમે ટ્વીટર
, ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ, લિંક્ડઇન વગેરેમાંના તમારા
પ્રોફાઇલને ફેસબુકમાંના તમારા પ્રોફાઇલને ઝીણી નજરે સરખાવો તો તમારું તરત ધ્યાન
પડે કે ફેસબુક આપણી કેટલી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. અત્યાર સુધી
ફેસબુકના પ્રોફાઇલમાં યૂઝર કેવી ધાર્મિક વિચારસરણી ધરાવે
, કઈ રાજકીય વિચારધારામાં તેને રસ છે તથા જાતીય રીતે તેને કઈ બાબતોમાં રસ છે એ
પણ પૂછવામાં આવતું હતું. તમે ઇચ્છો તો આ માહિતી ન આપો
, પરંતુ ફેસબુક પૂછે જરૂર. આવી માહિતી અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર
પૂછવામાં આવતી નથી.

અલબત્ત હવે ફેસબુકે યુટર્ન લીધો છે. ડિસેમ્બર ૧, ૨૦૨૨થી ફેસબુકના પ્રોફાઇલમાં આ વિગતો પૂછવાનું બંધ કરવામાં આવશે. ફેસબુક જે
યૂઝર્સે પોતાના પ્રોફાઇલમાં આ વિગતો આપી હોય તેમને ઇમેઇલ દ્વારા જાણ કરી રહી છે કે
તેમના પ્રોફાઇલમાંથી આ ડેટા દૂર કરવામાં આવશે. લોકો ઇચ્છે તો ફેસબુક પર અન્ય કોઈ
પણ રીતે આ માહિતી શેર કરી શકશે પરંતુ પ્રોફાઇલમાં એ વિગતો સચવાશે નહીં. ચૂંટણી
જેવા સમયે ફેસબુકે પોતે અને તેમાં જાહેરાત કરતા રાજકીય પક્ષોએ પ્રોફાઇલમાં આપવામાં
આવેલી આ વિગતોનો અત્યાર સુધી ભરપૂર લાભ લીધો છે. Source link

Leave a Comment