ફોટોઝ એપમાં નવાં ફીચર્સ આવી રહ્યાં છે, ખાસ મેમરીઝમાં


જો તમે ગૂગલ ફોટોઝ
સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમારે માટે ખુશખબર – લાંબા સમય પછી આ સર્વિસમાં મેજર
અપડેટ આવી રહ્યા છે. જો તમે આ એપનો ઉપયોગ કરતા હશો તો જાણતા હશો કે એપ ઓપન કરતાં
ઉપરના ભાગે મેમરી સેકશન જોવા મળે છે. જો આપણે ફોટોઝમાં વર્ષોથી આપણા ફોટો- વીડિયો
અપલોડ કરતા હોઇએ તો તેમાં એક-બે વર્ષથી માંડીને પંદરેક વર્ષ જૂના ફોટો પણ તારવીને
બતાવવામાં આવે છે. જેમ કે ૪-૫ વર્ષ પહેલાં તમે આ જ અઠવાડિયા દરમિયાન કોઈ ટૂર પર
ગયા હો તો ત્યારના ફોટા આપણી સામે આપોઆપ આવે. જૂની યાદો તાજી કરવાનો આ એક સરસ
રસ્તો છે!

ફોટોઝના નવા અપડેટમાં
મેમરીઝ સેકશનને રીડિઝાઇન કરવામાં આવ્યું છે. અત્યારે મેમરી સેક્શનમાં વર્ષો જૂની
ટૂર
, ઇવેન્ટ્સ,
બર્થડે વગેરે ઉપરાંત પરિવારના જુદા જુદા સભ્યો
પર સ્પોટલાઇટ
, કોઈ વ્યક્તિના બાળપણથી યુવાની સુધીના ફોટોઝ સચવાયા
હોય તો તેની જર્ની દર્શાવતા ફોટો વગેરે બતાવવામાં આવે છે. ગૂગલ ફોટોઝની સિસ્ટમ
જૂની મેમરીઝનું આવું સોર્ટિંગ કે ફોટો-વીડિયો-કોલાજ વગેરેનું ક્રિએશન આપોઆપ કરે
છે.

નવા અપડેટમાં નવા
પ્રકારની મેમરી તથા નવી સ્ટાઇલમાં મેમરી પર ફોકસ કરવામાં આવ્યું છે. તેમાં વીડિયો
પર પણ વધુ ફોકસ છે. લાંબા સમય પહેલાં તમે કોઈ લાંબો વીડિયો ફોટોઝમાં અપલોડ કર્યો
હોય તો તેની સ્નિપેટ બનાવીને કે લંબાઈ ઘટાડી વીડિયો ટ્રીમ કરીને પણ વીડિયો
બતાવવામાં આવશે. મેમરીમાંના ફોટોઝ આપણે જોઇએ ત્યારે તેમાં હળવાશભર્યું ઝૂમ
ઉમેરવામાં આવશે
, જેથી ફોટો વધુ ડાયનેમિક લાગે.

આ બધાં નવા
ક્રિએશનમાં ઓરિજિનલ ફોટોઝ કે વીડિયો યથાવત રહે છે. અત્યારે મેમરીઝમાંના ફોટોને
ડાબી કે જમણી તરફ સ્વાઇપ કરી શકાય છે. નવા અપડેટમાં તેને ઉપર કે નીચેની તરફ પણ
સ્વાઇપ કરી શકાશે. થોડા સમયમાં અમુક મેમરીઝમાં હળવું ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પણ
ઉમેરાશે. આ ઉપરાંત ગૂગલ ફોટોઝમાં આપણા પસંદગીના ફોટોઝમાંથી એકથી વધુ ફોટો સિલેક્ટ
કરી તેનો કોલાજ બનાવવાની પણ સગવડ છે. નવા અપડેટમાં કોલાજ એડિટરને વધુ પાવરફૂલ
બનાવવામાં આવેલ છે. તમે ફોટોગ્રાફીના અને તમે લીધેલા ફોટોઝ ફરી ફરી જોવાના શોખીન
હો તો અત્યારે ગૂગલ ફોટોઝ સૌથી વધુ સારી સર્વિસ છે!Source link

Leave a Comment