બંને તબક્કાની ચૂંટણી : ૩૦૦થી વધુ ઉમેદવાર વિવિધ ગુનાથી ખરડાયેલા


આ વખતની ચૂંટણીમાં ૧૯ ટકાથી વધુ દાગી ઉમેદવાર

૨૦૧૭ની ચૂંટણીની સરખામણીએ કુલ ઉમેદવારો ઘટયા પરંતુ દાગી ઉમેદવારોની સંખ્યા ૨૫૩થી વધી ૩૧૩

અમદાવાદ

ગુજરાત વિધાનસભાની
બંને તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે ત્યારે બંને તબક્કાના કુલ મળીને ૧૬૨૧
ઉમેદવારોમાંથી ૩૧૩ જેટલા ઉમેદવારો વિવિધ ગુનાથી ખરડાયેલા છે. ગત ચૂંટણીની સરખામણીએ
કુલ ઉમેદવારોની સંખ્યા ઘટી છે પરંતુ બીજી બાજુ દાગી ઉમેદવારોની સંખ્યા ૨૫૩થી વધીને
૩૧૩ થઈ છે એટલે કે પાંચ ટકા દાગી ઉમેદવારો આ વખતની ચૂંટણીમાં વધ્યા છે.       ચૂંટણી પંચ દ્વારા મતદારો-નાગરિકો માટે આ વખતની
ચૂંટણીમાં લોન્ચ કરાયેલી કેવાયસી (નો યોર કેન્ડિડેન્ટ) એપ્લિકેશન મુજબ બંને તબક્કાની
ચૂંટણીમાં કુલ મળીને ૩૧૩ ઉમેદવારો સામે વિવિધ પ્રકારના પોલીસ કેસ -ગુના નોંધાયા છે.
આ વખતની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ૭૮૮ અને બીજા તબક્કામાં ૮૩૩ ઉમેદવારો સહિત ૧૬૨૧
ઉમેદવારો ચૂંટણી મેદાને છે ત્યારે ૧૬૨૧ ઉમેદવારોમાંથી વિવિધ પાર્ટીઓના અને અપક્ષ સહિતના
૩૧૩ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા છે. ચૂંટણી પંચના નિયમ મુજબ આ વખતે દરેક પાર્ટીઓએ
પોતાના ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો કે જેઓની સામે પોલીસ કેસ થયેલા છે તેઓની પુરી
વિગતો વેબસાઈટ પર મુકવી અને લોકો સુધી પહોંચે તે માટે અખબારોમાં જાહેરાત સ્વરૃપે આપવી
ફરજીયાત છે.  જે મુજબ ભાજપના ૨૮
,કોંગ્રેસના
૩૦ અને આપના ૧૫ ઉમેદવારો ગુનાથી ખરડાયેલા છે.આ ઉપરાંત અન્ય કેટલીક સ્થાનિક પાર્ટીઓના
ઉમેદવારો છે અને સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે.મહત્વનું છે કે ગત ૨૦૧૭ની ચૂંટણીમાં કુલ
૧૮૨૮ ઉમેદવારો બંને તબક્કાની ચૂંટણીમાં હતા અને જેમાંથી ૨૫૩ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ
ધરાવતા હતા એટલે કે કુલ ઉમેદવારોના ૧૪ ટકા જેટલા ઉમેદવારો ગુનાથી ખરડાયેલા હતા.જ્યારે
આ વખતની ચૂંટણીમાં બંને તબક્કાના મળીને કુલ ૧૬૨૧ ઉમેદવારોમાંથી ૩૧૩ જેટલા ઉમેદવારો
દાગી છે.આમ ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં દાગી ઉમેદવારો પાંચ ટકા જેટલા
વધતા કુલ ઉમેદવારોના ૧૯ ટકાથી વધુ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા છે.Source link

Leave a Comment