લોકોમાં સર્જાયું કુતુહલ
ડેલી સ્ટારના જણાવ્યા અનુસાર બકરીનું આ બાળક તેના માનવ જેવા ચહેરાને કારણે લોકોમાં ચર્ચા અને આશ્ચર્યનું કારણ બન્યું હતું. બચ્ચાને મનુષ્ય જેવી આંખો, મોઢું અને નાક હતાં. આંખોની આસપાસ કાળી રિંગ્સ હતી જે મનુષ્યના ચશ્મા જેવી દેખાતી હતી. તેના માથા પર અને તેના ગાલની આસપાસ જાડી સફેદ રૂંવાટી પણ હતી જે દાઢી જેવી દેખાતી હતી.
લોકોના ટોળા ઉમટી પડ્યા બકરીને જોવા
ટ્વિટર પર ન્યૂઝ ટ્રેક દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં કેટલાક લોકો આ બકરીના બચ્ચાને ખવડાવતા જોવા મળી રહ્યા છે. નવાબ ખાનના તમામ પશુઓ જેમાં એક ભેંસ અને સાત બકરીઓનો સમાવેશ થાય છે, તે પૈકી આ બકરીએ સૌથી પહેલા બચ્ચાને જન્મ આપ્યો હતો. એક બકરીના બચ્ચાને માનવ ચહેરો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકો તેના ઘરે ઉમટી પડ્યા હતા.
मध्यप्रदेश के सिरोंज का हैरतअंगैज मामला, एक बकरी ने दिया इंसान जैसी शक्ल वाले बच्चे को जन्म😱😱#madhyapradesh #mpnews #sironj #goat #human #reelvideo #reelsinstagram #trendingreelsvideo #birth #animal #viralvideo #madhya_pradesh #india #videoclip #shortvideoreels #Reels pic.twitter.com/HGDL0OHT5A
— News Track (@newstracklive) November 12, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Latest viral video, OMG VIDEO, Video, Viral videos