બકરીએ આપ્યો માણસ જેવા ચહેરાવાળા બચ્ચાને જન્મ, લોકોમાં સર્જાયું કુતુહલ


વાયરલ: આપણે ઘણી વખત મનુષ્ય અને પ્રાણીઓમાં વિચિત્ર તબીબી પરિસ્થિતિઓ સામે આવતી જોઇએ છીએ. આ પરિસ્થિતિઓ ઉભી થાય છે, કારણ કે તેનાથી દર્દીનો દેખાવ બદલી જાય છે. કેટલીકવાર માણસો આંશિક રીતે પ્રાણીઓ જેવા દેખાવા લાગે છે, તો ક્યારેક પ્રાણીઓ માણસો જેવા દેખાય (animals look like humans) તેવા બનાવો પણ બને છે. આવી જ વિચિત્ર ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો છે. હકીકતમાં મધ્યપ્રદેશ (Madhya Pradesh) એક બકરીએ શુક્રવારે (11 નવેમ્બર) માનવ જેવા ચહેરાવાળા બાળકને જન્મ આપ્યો (goat gave birth to a human-like face) હતો. આ ઘટના મધ્યપ્રદેશના વિદિશામાં સિરોંજ તહસીલના સેમલ ખેડી ગામની હોવાનું જાણવા મળ્યું છે.

લોકોમાં સર્જાયું કુતુહલ

ડેલી સ્ટારના જણાવ્યા અનુસાર બકરીનું આ બાળક તેના માનવ જેવા ચહેરાને કારણે લોકોમાં ચર્ચા અને આશ્ચર્યનું કારણ બન્યું હતું. બચ્ચાને મનુષ્ય જેવી આંખો, મોઢું અને નાક હતાં. આંખોની આસપાસ કાળી રિંગ્સ હતી જે મનુષ્યના ચશ્મા જેવી દેખાતી હતી. તેના માથા પર અને તેના ગાલની આસપાસ જાડી સફેદ રૂંવાટી પણ હતી જે દાઢી જેવી દેખાતી હતી.

લોકોના ટોળા ઉમટી પડ્યા બકરીને જોવા

ટ્વિટર પર ન્યૂઝ ટ્રેક દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં કેટલાક લોકો આ બકરીના બચ્ચાને ખવડાવતા જોવા મળી રહ્યા છે. નવાબ ખાનના તમામ પશુઓ જેમાં એક ભેંસ અને સાત બકરીઓનો સમાવેશ થાય છે, તે પૈકી આ બકરીએ સૌથી પહેલા બચ્ચાને જન્મ આપ્યો હતો. એક બકરીના બચ્ચાને માનવ ચહેરો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિક લોકો તેના ઘરે ઉમટી પડ્યા હતા.

Published by:Samrat Bauddh

First published:

Tags: Latest viral video, OMG VIDEO, Video, Viral videos

Source link

Leave a Comment