- ફૂટબોલ, હોકી, દોડ, કૂદ વગેરેમાં વિદ્યાર્થીઓએ કૌવત બતાવ્યું
જામનગર: જામનગર નજીક આવેલી દેશની વિખ્યાત બાલાચડી સૈનિક સ્કૂલમાં વાર્ષિક એથ્લેટિક ઈવેન્ટમાં જુસ્સાદાર રોમાન્ચ જામ્યો હતો. જેમાં ફૂટબોલ, હોકી, દોડ, કૂદ વગેરેમાં વિદ્યાર્થીઓએ કૌવત બતાવ્યું હતું. આ સાથે 61 માં વાર્ષિકોત્સવની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓનાં નૃત્ય-ગરબાએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ તકે આખ્ખા વર્ષનાં શ્રેષ્ઠ કેડેટ્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડ-પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
61મા વાર્ષિકોત્સવની પણ શાનદાર ઉજવણીઃ નૃત્ય-ગરબાએ સૌને મંત્રમુગ્ધ કર્યા, આખ્ખા વર્ષનાં શ્રેષ્ઠ કેડેટ્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડ-પુરસ્કાર એનાયત
જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સની તમામ વિદ્યાશાખાઓને આવરી લેતી મહત્વની 59મી વાષક એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા કેડેટ્સને ઈનામો અને મેડલ તથા પ્રતાપ હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી અર્પણ કરાઈ હતી. જ્યારે ફ્રેશર્સ કેટેગરીમાં નેહરુ હાઉસને ટ્રોફી આપવામાં આવી હતી. સરદાર પટેલ હાઉસના કેડેટ અમિત ગુજ્જર અને ટાગોર હાઉસના કેડેટ અનુરાગ સિંહ ધાકડે અનુક્રમે સિનિયર અને જુનિયર કેટેગરીમાં શ્રે એથ્લેટ ટ્રોફી જીતી હતી. સરદાર પટેલ હાઉસના કેડેટ અમિત ગુજ્જર અને ગરુડ હાઉસના કેડેટ શ્રેયાંશ પાંડેને અનુક્રમે વોલીબોલ અને બાસ્કેટબોલમાં શ્રે ખેલાડીની રામારાવ મેમોરિયલ ટ્રોફી આપવામાં આવી હતી. પ્રતાપ હાઉસના ડેટ સચિન અને ડેટ રૂદ્ર ચૌધરીએ અનુક્રમે સિનિયર અને જુનિયર કેટેગરીમાં બેસ્ટ ફૂટબોલ પ્લેયરનો એવોર્ડ મેળવ્યો હતો. જ્યારે આંગ્રે હાઉસના કેડેટ અમિત પરમારને બેસ્ટ હોકી પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. એથ્લેટિક ઈવેન્ટનાં રંગારંગ સમાપન સમારોહમાં સ્કૂલ બેન્ડ ગૃપ દ્વારા રજૂ કરાયેલા તાલ પર આધારિત માર્ચ પાસ્ટ યોજાઈ હતી. આ ઉપરાંત એરોબિક્સ, ગરબા અને હોર્સ રાઇડિંગ કૌશલ્યનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અન્ય કેડેટ્સ દ્વારા ટેન્ટ પેરિંગ, આબ્સટીક્લ જમ્પિંગ જેવા કરતબો કરવામાં આવ્યા હતા. આ સાથે ચાલુ વર્ષના માસ્કોટ “ફીનિક્સ, એ બ્લેક નેક્ડ સ્ટોર્ક’નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ બાલાચડી સૈનિક સ્કૂલ બાલાચડીનાં 61મા વાષકોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાષક અહેવાલની રજૂઆત બાદ બાલાચડીયન દ્વારા મંત્રમુગ્ધ કરી દેનાર વૈવિધ્યસભર કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ભરત નાટયમ, ગરબા અને દેશભક્તિ નૃત્યએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. મુખ્ય અતિથિએ વર્ષ 2021-22 માટે વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કેડેટ્સને ઈનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સૌથી પ્રખ્યાત ‘કોક હાઉસ ટ્રોફી’ ટાગોર હાઉસને અને બેસ્ટ ઓલ રાઉન્ડ હોલ્ડિંગ હાઉસની ટ્રોફી નેહરુ હાઉસને એનાયત કરવામાં આવી હતી. શ્રે એનડીએ કેડેટ શૌર્ય રે જાહેર થયો હતો. જ્યારે કેડેટ અમૃતરાજ અને આમીન કાનપરિયાને અનુક્રમે સિનિયર અને જુનિયર કેટેગરીમાં વર્ષનાં ‘બેસ્ટ ઓલ રાઉન્ડ કેડેટ’નો એવોર્ડ મળ્યો હતો. કેડેટ અમિત કુમાર ગુર્જર અને નીલ પટેલને અનુક્રમે ‘બેસ્ટ એથ્લેટ ઓફ ધ યર’ અને ‘બેસ્ટ ઇન આર્ટ’ તરીકે જાહેર કરાયા હતા. ‘હિન્દી’ અને ‘અંગ્રેજી’માં સર્વશ્રે ડિબેટર માટે પ્રથમ વખત રજૂ કરાયેલી ટ્રોફી અનુક્રમે કેડેટ શ્રેયાંશ પાંડે અને દેવસિંહ પરમારને આપવામાં આવી હતી.