બાલોન ડી ઓર વિજેતા બેન્ઝેમા ઈજાગ્રસ્ત બનતા વર્લ્ડકપમાંથી બહાર : ફ્રાન્સને ફટકો


– બેન્ઝેમાના સ્થાને કોચ ડિડિયર ડેસ્ચેમ્પસ હાલ કોઈને ટીમમાં નહીં સમાવે

– ઓસ્ટ્રેલિયાનો માર્ટિન બોયલ પણ ઈજાના કારણે ફૂટબોલનો મહાકુંભ ગુમાવશે

દોહા, તા.૨૦

ફિફા ફૂટબોલ વર્લ્ડકપના પ્રારંભ અગાઉ જ ફ્રાન્સને મોટો ફટકો પડયો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમનો ટોચના સ્ટાર અને ચાલુ વર્ષે બેસ્ટ ફૂટબોલર તરીકેનો બાલોન ડી ઓર એવોર્ડ જીતનારો  કરીમ બેન્ઝેમા ઈજાગ્રસ્ત બનીને વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો. 

ફ્રાન્સના કોચ ડિડિયર ડેસ્ચેમ્પસે તત્કાળ તો બેન્ઝેમાના રિપ્લેસમેન્ટ તરીકે કોઈને ન બોલાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જોકે થોડા સમય બાદ આ અંગે નિર્ણય લેવાઈ શકે છે. બેન્ઝેમાની ગેરહાજરીમાં ફ્રાન્સની આક્રમણ પંક્તિ નબળી પડી છેે.

બેન્ઝેમા ફ્રાન્સની ટીમની સાથે કતાર પહોંચ્યો હતો અને વર્લ્ડકપનું ઉદ્ઘાટન થાય તે પહેલા થાઈના સ્નાયુ ખેચાઈ જતાં ઈજા થઈ હતી. અગાઉ ફ્રાન્સની ટીમ કતાર જવા રવાના થઈ તેના એક દિવસ અગાઉના પ્રેક્ટિસ સેશનમાં પણ ફ્રાન્સનો એક ખેલાડી ઈજાગ્રસ્ત બનીને બહાર થઈ ગયો હતો. 

દરમિયાન ઓસ્ટ્રેલિયાનો માર્ટિન બોયલ ઘુંટણની ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયાના કોચ ગ્રેહામ આર્નોલ્ડે કહ્યું કે, બોયલ જેવા ખેલાડીની ગેરહાજરી અમારા માટે મુશ્કેલીરૃપ બનશે. અમે તેના સ્થાને  માર્કો ટિલિઓને ટીમમાં સમાવ્યો છે.Source link

Leave a Comment