બિગ બોય ટોય્ઝે રુ. 25 કરોડના રોકાણ સાથે અમદાવાદમાં શોરુમ ખોલી ગુજરાતમાં એન્ટ્રી કરી


બિગ બોય ટોય્ઝ અગ્રણી પ્રિઓવ્નડ લક્ઝરી કાર બ્રાન્ડ છે. હવે કંપનીએ અમદાવાદમાં તેનો ચોથો શોરૂમ ખોલ્યો છે. બ્રાન્ડનું કહેવું છે કે, તેણે આ જગ્યામાં અંદાજે રૂ. 25 કરોડનું રોકાણ કર્યું છે અને અમદાવાદના શોરૂમની ભવ્યતા તેની સાબિતી આપે છે.

(Photo: facebook/BBToyz)

કામા મોટર્સમાં આ જગ્યા 8,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. કંપનીનું કહેવું છે કે આ શોરૂમ આઝાદીના 65 વર્ષથી પહેલાથી તેના સમૃદ્ધ ઈતિહાસ માટે જાણીતો છે. કામા મોટર્સની જગ્યાનો ઇતિહાસ 1930ના દાયકાનો છે. તે સમયે તેણે ફોર્ડ ડીલરશિપ શરુ કરી હતી.

આ પણ વાંચોઃ સોનલ દેસાઈએ કહ્યું ‘અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય’

આ સાથે બિગ બોય ટોયઝે ગુજરાતના બજારમાં તેની સત્તાવાર રીતે એન્ટ્રી કરી છે. આ શોરૂમની મુખ્ય વિશેષતા એ છે કે, લક્ઝરી કાર્સના વેચાણ, સર્વિસ અને સ્પેરપાર્ટ્સ પૂરી પાડવામાં આવે છે, પરિણામે આ શોરૂમ તમામ લક્ઝરી સ્પોર્ટ્સ કાર ગ્રાહકો માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બને છે.

(Photo: facebook/BBToyz)

આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

FinancialExpress ના અહેવાલ મુજબ બિગ બોય ટોયઝના ફાઉન્ડર અને MD જતિન આહુજાએ જણાવ્યું હતું કે, અમે ગુજરાતમાં અમારા કામને વિસ્તારવા માટે રોમાંચિત છીએ. કસ્ટમર સેન્ટ્રિક પ્રિઓવ્નડ લક્ઝરી કાર બ્રાન્ડ તરીકે અમે માનીએ છીએ કે અમારા મૂળ મૂલ્યો અને કસ્ટમર રિલેશનશિપ આધારિત વ્યવહાર એ શ્રેષ્ઠ ગુણવત્તાની ખાતરી છે. આ વિશ્વાસ અમે ગુજરાતમાં સ્થાપવા માંગીએ છીએ. સમગ્ર ભારતમાં આ અમારો ચોથો શોરૂમ છે અને અમે કારના શોખીનોને 28 વિદેશી બ્રાન્ડ્સમાંથી શ્રેષ્ઠ લક્ઝરી કારનો અનુભવ આપવા આતુર છીએ.


અમદાવાદ સિવાય કંપની હરિયાણા, મુંબઈ અને હૈદરાબાદમાં પણ શો-રૂમ ધરાવે છે. આ શોરૂમના માધ્યમથી છેલ્લા 12 વર્ષમાં 6000 થી વધુ ગ્રાહકોને સેવા આપવામાં આવી છે. આ કંપની જૂની લક્ઝરી કારના વેચાણમાં મોટી નામના ધરાવે છે. કંપની કાર ઉપરાંત મોટરસાયકલના વેચાણમાં પણ છે. બિગ બોય ટોયઝ ટૂંક સમયમાં બહોળી બજાર હસ્તગત કરી છે અને હવે તેનું ગુજરાતમાં પણ આગમન થઈ ચૂક્યું છે.

First published:

Tags: Business news, Luxury car, Used carsSource link

Leave a Comment