બિલેશ્વરપૂરા નજીક રિક્ષાની ટક્કરથી ઘાયલ ટ્રક ચાલકનું મોતહોસ્પિટલમાંથી રજા લીધા બાદ વતને તરફ જઇ રહ્યો હતો ત્યારે બનેલી ઘટના

કલોલ :  કલોલના બિલેશ્વરપૂરા પાસે રસ્તો ઓળંગી રહેલા ટ્રક ડ્રાઇવરને
અહીંથી  નીકળેલા રીક્ષા ચાલકે રિક્ષાની
ધડાકા ભૈર ટક્કર મારી હતી અકસ્માતમાં ટ્રક ચાલકને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી
ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો હોસ્પિટલમાંથી રજા લઈ લીધા બાદ તે
ટ્રક લઈને  નીકળી પડયો હતો ત્યારબાદ તેનું
મોત નિપજ્યું  હતું બનાવ અંગે પોલીસે તપાસ
હાથ ધરી છે.

કર્ણાટકમાં રહેતા બે મિત્રો ટ્રક લઈને ગુજરાતના સાણંદમાં
પેપરના રોલ ખાલી  કરવા આવ્યા  હતા ત્યારબાદ તેઓ બિલેશ્વરપુરા થી પાવડર ભરવાનો
હોય ટ્રક લઈને બિલેશ્વરપુરા આવ્યા હતા અને તેઓ પોતાનું જમવાનું ટ્રકમાં જ બનાવતા
હોય તેનો સામાન લેવા તેવો બિલેશ્વરપુરા ગામે રોડ ઓળંગી રહ્યા હતા હાઈવે ઓળંગતી
વખતે રિક્ષા ના ચાલકે ટ્રક ચાલક ઓમનાથ કંટયા સ્વામી ઉંમર વર્ષ ૪૨ ને ટક્કર મારતા
તેને માથાના પાછળના ભાગે  રીક્ષાની બોડી
સાથે અથડાતાં ગંભીર રીતે વાગતા  ઇજાઓ
પહોંચતા ૧૦૮ મારફતે કલોલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ
તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને ટ્રક લઈને વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે
મહારાષ્ટ્રના નંદુર જિલ્લા પાસે માથામાં દુખાવો ઉપડયો હતો અને ઉલટી થયા બાદ આ ટ્રક
ચાલકનું મોત નીપજ્યું હતું જેથી તેના મિત્ર અને ટ્રક ચાલક મંજુનાથ સજ્જન દ્વારા
અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા રિક્ષા ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો
દાખલ કરી તપાસ હાથ ધરી છે.Source link

Leave a Comment