બિહારના છપરામાંથી લવ ટ્રાંએંગલનો કિસ્સો સામે આવ્યો, પતિએ પ્રેમી સાથે પત્નીના લગ્ન કરાવી દીધા


છપરા: તમે બોલિવૂડ ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ તો જરુર જોઈ હશે. લવ ટ્રાએંગલ પર બનેલી આ ફિલ્મને દર્શકો ખૂબ પસંદ કરતા હતા. યાદ રહે કે અમે આપને અહીં એ ફિલ્મની સ્ટોરી બતાવવા નથી માગતા પણ તેની ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે, રિયલ લાઈફમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ‘પતિ-પત્ની અને વો’ નો એક કિસ્સો બિહારના છપરામાંથી સામે આવ્યો છે. જ્યાં લગ્ન બાદ પણ એક મહિલા પોતાના પ્રેમીને ભૂલી શકી નહોતી. જેવો પ્રેમી તેને મળવા આવ્યો, પરણેલી મહિલા પણ તેને મળવા માટે પહોંચી ગઈ. આ વાતની જાણ જ્યારે તે છોકરીના પતિને થઈ તો, તેણે જે પગલું ઉઠાવ્યું તે ચોંકાવનારું હતું.

કહેવાય છે કે છપરા જિલ્લના મિર્ઝાપુરમાં રહેતા વિશ્વજીત ભગત ઓટો ચલાવે છે. લગભગ ચાર મહિના પહેલા બખ્તિયારપુરની રહેવાસી આરતી નામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો. બંને પ્રેમી-પ્રેમિકાએ જીવવા-મરવાની કસમ ખાધી અને સાથે રહેવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન બંનેએ પોતાની મરજીથી બે મહિના પહેલા લગ્ન કર્યા.

આ પણ વાંચો: અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું થયું એલાન, પંકજ ત્રિપાઠી નિભાવશે પૂર્વ પીએમનું કિરદાર

હજૂ તો લગ્નને બે મહિના જ થયા હતા, કે બખ્તિયારપુરના રહેવાસી અભિરાજ નામનો એક યુવક પોતાની પૂર્વ પ્રેમિકા આરતીના સાસરિયે મિર્ઝાપુર પહોંચી ગયો. આ દરમિયાન આરતી પણ પોતાના જુના પ્રેમીને ભૂલી શકી નહોતી. તે પણ પોતાના જુના પ્રેમીને મળવા તેની પાસે પહોંચી ગઈ. કહેવાય છે કે, ગામ લોકોએ તેમને પકડી પાડ્યા હતા.

આ બાજૂ પ્રેમી પ્રેમિકા પકડાઈ ગયા બાદ ગામમાં અલક મલકની વાતો થવા લાગી. સોમવારે બંનેના પરિવારને તેની જાણકારી આપવામાં આવી. બાદમાં રાતના સમયે પતિની મરજીથી પતિના ઘરમાં જ આરતીના લગ્ન પહેલા પ્રેમી અભિરાજ સાથે કરાવી દીધા. આ આખી કહાની વાંચ્યા બાદ આપને ચોક્કસથી હમ દિલ દે ચુકે સનમ ફિલ્મની યાદ આવી જશે.

Published by:Pravin Makwana

First published:

Tags: Love storySource link

Leave a Comment