બોયફ્રેન્ડને સબક શિખવાડવા માટે ગર્લફ્રેન્ડે યુવકના ઘરે આગ લગાવી દીધી


કોઈ પણ છોકરી એ ક્યારેય સાંખી ન લે કે તેનો બોયફ્રેન્ડ તેની પીઠ પાછળ દગો આપે. પણ એક છોકરીને જ્યારે આ વાતની ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે બેવફાઈ કરી રહ્યો છે. તો તેણે સબક શિખવાડવા માટે એવો કાંડ કર્યો કે, સીધી જેલની હવા ખાવાનો વારો આવ્યો. અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષિય એક યુવતી પોતાના બોયફ્રેન્ડના ઘરમાં આગ લગાવાના આરોપસર ધરપકડ થઈ છે. આરોપ એવો પણ છે કે, આ છોકરીએ આગ લગાવતા પહેલા ઘરમાં ચોરી પણ કરી હતી. લોકલ પોલીસે સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાને શેર કરી છે, જેને વાંચીને સૌ કોઈ ચોંકી ગયા છે.

આ પણ વાંચો: શરમજનક: પતિના મોતની કહાની બતાવતા ડાંસ કરવા લાગી વિધવા, વીડિયો જોઈ લોકો ભડક્યાં

બેક્સર કાઉંટી પોલીસના જણાવ્યા અનુસાર, 23 વર્ષની સેનાઈડા મૈરી સોટોએ પોતાના બોયફ્રેન્ડને કોલ કર્યો હતો. પણ જ્યારે ફોન પર તેને કોઈ અન્ય મહિલાનો અવાજ સંભળાયો તો, તેને લાગ્યું કે, તેનો બોયફ્રેન્ડ તેની સાથે ચીટ કરી રહ્યો છે. પછી તો શું. સેનાઈટા નક્કી કર્યું કે, તે તેના બોયફ્રેન્ડને સબક શિખવાડશે. ત્યાર બાદ પ્લાનિંગ અંતર્ગત તેણે આગ લગાવાનો પ્લાન બનાવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર વિભાગને મોડી રાતે પોણા બે વાગે શેફર્ડ રોડથી ઘરમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. જે બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લગાવીને વીડિયો કોલ કર્યો

સેનાઈડા એટલી ગુસ્સામાં હતી કે, તેણે આગની જ્વાળાઓ વચ્ચે ઘેરાયેલી હોવા છતાં પોતાના બોયફ્રેન્ડને વીડિયો કોલ પણ કર્યો. ત્યાર બાદ તેણે કહ્યું કે, જોઈ લે મારી સાથે બેવફાઈ કરવાનું પરિણામ. આશા રાખું છું કે, તને તારો બધો સામાન ઠીકઠાક મળે. આપને જણાવી દઈએ કે, બોયફ્રેન્ડના ફોન પર આ યુવતીએ જે અન્ય મહિલાનો અવાજ સાંભળ્યો હતો, તે યુવકની સંબંધી હતી, પણ ગર્લફ્રેન્ડે શક કર્યો અને આવો કાંડ કરી નાખ્યો, જેના કારણે હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Love storySource link

Leave a Comment