ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ એક યૂટ્યૂબર સમદીશ ભાટિયા સાથે ઈન્ટરવ્યૂમાં પોતાના બાળપણનો કિસ્સો શેર કરતા કહ્યું કે, જ્યારે હું બાળક હતો, ત્યારે મેં મારી માતા પાસે જઈને પુછ્યું હતું કે, મમ્મી, શું હું દેખાવે સુંદર લાગું છું. માએ તુરંત મારી સામે જોયું અને કહ્યું કે નહીં, તું ઠીકઠાક દેખાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી મમ્મી આવા જ છે. તેઓ તુરંત અરીસો બતાવી દે છે. મારા પિતા પણ આવા જ હતા. મારો આખો પરિવાર આવો છે. જો આપ કંઈ કહો છો, તો તેઓ આપની સામે સચ્ચાઈ લાવીને મુકી દેશે.
આ પણ વાંચો: ભારત જોડો યાત્રા; વચ્ચે રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરામાં કરશે રોડ શો
કોણ ખરીદે છે રાહુલ ગાંધી માટે બૂટ
પોતાના જીવન અને જીવનશૈલી વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું તે પોતાના માટે બૂટ ખરીદે છે, પણ ક્યારેક ક્યારેક તેમની માતા અને બહેન પણ ખરીદી લાવે છે. ઘણા નેતાઓ જે મારા મિત્રો છે, તે પણ મને બૂટ ભેટમાં મોકલે છે. શું ભાજપમાંથી કોઈ મોકલે છે, તો રાહુલ ગાંધીએ કહ્યું કે એ લોકો ખાલી મારા પર ફેકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rahul gandhi latest news