બેટિંગમાં સૌથી પહેલા ઓપનર્સ શિખર ધવન અને ગિલ ચમક્યા હતા અને તેમણે શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યાર પછી શ્રેયસ ઐયર અને સંજુ સેમસન અને આખરે વોશિંગ્ટન સુંદરે પણ જોરદાર બેટિંગ કરી હતી. હવે ટીમ ઈન્ડિયા માટે પ્રશ્ન એ થશે કે અમથી કોને રમાડવા અને કોને નહીં. કારણ કે ટીમમાં એક સમયે માત્ર 11 ખેલાડીઓ રમી શકતા હોય છે અને હવે આ તો બી ટીમ ગણાય છે ત્યારે મુખ્ય ટીમના રોહિત, કોહલી, પંડ્યા જેવા ખેલાડીઓનાં સ્થાને આ લોકોને રમાડી શકાય કે કેમ એ મોટો સવાલ ઊભો થયો છે.
બંને ઓપનર્સની ફિફ્ટી
ભારત તરફથી ઓપનિંગ પાર્ટનરશીપ કરવા ઉતરેલા શિખર ધવન અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા બંનેએ ફિફ્ટી મારી હતી. બંનેએ કેટલાક દર્શનીય શૉટ ફટકારીને શતકીય ભાગીદારી નોંધાવી હતી.
ત્રણ બેટ્સમેનોની અર્ધી સદી
પ્રથમ ઇનિંગના અંતે ભારતીય ટીમનો સ્કોર 50 ઓવર્સના અંતે 7 વિકેટે 306 રન થયો હતો. જેમાં કેપ્ટન શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર આ ત્રણ ખેલાડીઓની અર્ધી સદીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય સંજુ સેમસન અને વોશિંગ્ટન સુંદરે પણ સારી બેટિંગ કરી હતી.
આ પણ વાંચો: ક્રિકેટપ્રેમીઓ જેની રાહ જોતા હતા એ થઈ ગયું, ન્યુઝીલેન્ડ સામે વન-ડેમાં બે બોલર્સનુ ડેબ્યુ, સંજુને મળ્યો ચાન્સ
આજે બે ખેલાડીઓએ કર્યું ડેબ્યુ
આજની મેચમાં કેપ્ટન શિખર ધવને બે નવા ખેલાડીઓને વન-ડે ક્રિકેટમાં ડેબ્યું કરાવ્યુ હતું. આ બે ખેલાડીઓ એટ્લે અર્શદીપ સિંઘ અને ઉમરાન માલિક. જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને આજે તેને તક મળી હતી. ઉમરાન IPL માં તેના શાનદાર પ્રદર્શનથી ચમક્યો હતો અને પસંદગીકારોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો: INDvsNZ: પ્રથમ વન-ડેમાં ‘શુભ’ શરૂઆત, ધવન-ગિલે ‘મન’ ખુશ કરી દીધું, બંનેની શાનદાર અર્ધી સદી
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ઑકલેન્ડના ઇડન પાર્કમાં રમાઈ હતી. મેચમાં ન્યુઝીલેંડના કેપ્ટન વિલિયમસને ટોસ જીત્યો હતો. ટોસ જીતીને તેણે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત તરફથી કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા હતા અને બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.
આ પણ વાંચો: સૂર્યકુમારને ખરીદવાની આપણી તાકાત નથી, પૈસા ખૂટી પડશે, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટરનું સૂર્યા અંગે નિવેદન
ઋષભ પંત આજે પણ નિષ્ફળ
જો કે ત્યાર બાદ શ્રેયસ ઐયર અને ઋષભ પંત બેટિંગમાં આવ્યા હતા અને તેમણે જ્વાબદારી સંભાળી હતી. જો કે ઋષભ પંત આજે પણ નિષ્ફળ ગયો હતો અને 23 બોલમાં માત્ર 15 આરએન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઋષભને ફર્ગ્યુસને બોલ્ડ કર્યો હતો અને ત્યાર બાદ ઇન ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગમાં આવ્યો હતો. તેણે અવતાવેંત જ પહેલા જ બોલે ચોગ્ગો ફટકાર્યો હતો અને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. પણ ત્યાર પછી માત્ર ચાર રનના સ્કોરે સૂર્યા પણ વિકેટની પાછળ કેચ આપી બેઠો હતો અને ફર્ગ્યુસનનો જ શિકાર બન્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: IND vs NZ, India vs new zealand, Sanju samson, Shikhar dhawan, Shreyas iyer, Shubman Gill