ભારત-પાક વચ્ચે 7 ઓક્ટોબરે થશે મહામુકાબલો, જૂઓ ભારતીય મહિલા ટીમનો કાર્યક્રમ – News18 Gujarati


Women’s T20 Asia Cup 2022: બાંગ્લાદેશમાં ચાર વર્ષ પછી મહિલા ક્રિકેટનો મુકાબલાઓની વાપસી થવા જઈ રહી છે. મહિલા એશિયા કપ 2022 એક ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી રમાશે. આ ટૂર્નામેનેટમાં ભારતીય ટીમ પણ હિસ્સો લેશે. તે પોતાના અભિયાનની શરૂઆત એક ઓક્ટોબરે શ્રીલંકા વિરૂદ્ધ થનારી મેચથી કરશે. સાત ઓક્ટોબરે પાકિસ્તાન સામે મહામુકાબલો થશે.

મહિલા એશિયા કપ 2022માં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપરાંત અન્ય 4 ટીમો શ્રીલંકા, મલેશિયા, સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ), થાઈલેન્ડ પણ હિસ્સો લેશે. ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન આધાર પર રમાશે. ટોપ-4માં રહેનારી ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાઇ કરશે.

બીસીસીઆઈએ કરી ટીમની જાહેરાત

આનાથી પહેલા ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમોની ટક્કર બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં થઈ હતી. ત્યારે ભારતે પાકિસ્તાનની ટીમને સાત વિકેટથી માત આપીને ખિતાબી મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પોતાના ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ICC T20I Rankings: સૂર્યકુમાર યાદવની રેન્કિંગમાં ફાયદો, પાકિસ્તાનના કેપ્ટનને છોડ્યો પાછળ

સ્મૃતિ મંધાના વાઈસ કેપ્ટન છે. ઋચા ઘોષની વિકેટકિપરના રૂપમાં પસંદગી કરવામાં આવી છે. બીસીસીઆઈ સચિવ જય શાહ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતીએ 1થી 15 ઓક્ટોબર સુધી બાંગ્લાદેશના સિલહટમાં રમાનાર આગામી એસીસી મહિલા ટી-20 ચેમ્પિયનશીપ 2022 માટે ભારતીય ટીમની પસંદગી કરી લીધી છે.

ભારતીય ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), દીપ્તિ શર્મા, શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, સબબિનેની મેઘના, ઋચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, દયાલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકૂર, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રાજા યાદવ, કેપી નવગિરે

સ્ટેન્ડ બાય ખેલાડી: તાનિયા સપના ભાટિયા, સિમરન દિલ બહાદુર

બીસીસીઆઈ સચિવ જય શાહે 20 સપ્ટેમ્બરની રાત્રે ટ્વિટ કરીને મહિલા એશિયા કપ 2022નું શેડ્યુલ સાર્વજનિક કર્યું હતું. નીચે તમે પણ ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યુલ જોઈ શકો છો.

મહિલા એશિયા કપ 2022 માટે ભારતીય ટીમનું શેડ્યૂલ નીચે મુજબ છે:

ઑક્ટોબર 1, 2022: શ્રીલંકા સામે બપોરે 1:30 વાગ્યે

ઑક્ટોબર 3, 2022: બપોરે 1:30 વાગ્યે મલેશિયા સામે

ઑક્ટોબર 4, 2022: સંયુક્ત આરબ અમીરાત સામે બપોરે 1:30 વાગ્યે

7 ઓક્ટોબર 2022: પાકિસ્તાન સામે બપોરે 1:00 વાગ્યે

ઑક્ટોબર 8, 2022: બાંગ્લાદેશ સામે બપોરે 1:00 વાગ્યે

ઑક્ટોબર 10, 2022: બપોરે 1:00 વાગ્યે થાઇલેન્ડ સામે

Published by:mujahid tunvar

First published:





Source link

Leave a Comment