ભાવનગરમાં સ્પોર્ટસ કાર્નિવલમાં 1 હજારથી વધુ લોકો ભાગ લેશે


- 36 માં નેશનલ ગેમ્સનો માહોલ બનાવવા સીટી સ્પોર્ટસ કાર્નિવલનુ આયોજન

- ગુરૂવાર અને શુક્રવાર 2 દિવસ સ્પોર્ટસ કાર્નિવલમાં રમત-ગમત સાથે સ્ટેજ પ્રોગ્રામ : બાળકોથી લઈ વૃધ્ધ સુધીના રમત રમી શકે તેવુ આયોજન કરાશે

ભાવનગર : ૩૬માં નેશનલ ગેમ્સનો માહોલ બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી બે દિવસ સીટી સ્પોર્ટસ કાર્નિવલનુ આયોજન કરવામાં આવેલ છે. આગામી ગુરૂવારથી સ્પોર્ટસ કાર્નિવલનો પ્રારંભ થશે. ભાવનગરમાં સ્પોર્ટસ કાર્નિવલમાં ૧ હજારથી વધુ લોકો ભાગ લેશે તેમ ચર્ચાય રહ્યુ છે. સ્પોર્ટસ કાર્નિવલમાં રમત-ગમત સાથે સ્ટેજ પ્રોગ્રામનુ આયોજન કરાયુ છે. બાળકોથી લઈ વૃધ્ધ સુધીના રમત રમી શકે તેવુ આયોજન કરાશે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સિટીના ક્રિકેટ મેદાન ખાતે આગામી તા. રર અને ર૩ સપ્ટેમ્બરે સ્પોર્ટસ કાર્નિવલનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં આગામી ગુરૂવારે સાંજે પ.૩૦ કલાકે સ્પોર્ટસ કાર્નિવલનો પ્રારંભ થશે અને રાત્રીના ૮.૩૦ કલાકે કાર્યક્રમ પૂર્ણ થશે. આગામી શુક્રવારે પણ સાંજે પ.૩૦ થી ૮.૩૦ કલાક સુધી સ્પોર્ટસ કાર્નિવલ યોજાશે. આગામી ગુરૂવારે સાંજે એન્થમ, શ્લોક, ઉદઘાટન, ફીટ ઈન્ડીયા શપથ, આર.જે., સ્પોર્ટસ, સાંસ્કૃતિક ગીતોની પ્રસ્તૃતિ, યોગ, કરાટે, ઝુમ્બા ડાન્સ, મશાલ, મેસ્કોટ, મ્યુઝીક બેન્ડ રેલી, બોડી બિલ્ડર પ્રસ્તૃતિ, નૃત્ય, લોકનૃત્ય, રાસ, ગરબા, ગરબા લાઈવ, રાષ્ટ્રગીત વગેરે કાર્યક્રમ યોજાશે. શુક્રવારે પણ આ પ્રકારના જ કાર્યક્રમ યોજાશે. સ્પોર્ટસ કાર્નિવલ વિનામૂલ્યે રાખવામાં આવેલ છે તેથી તમામ લોકોને સ્પોર્ટસ કાર્નિવલમાં ભાગ લેવા માટે ભાવનગર મનપાના કમિશનરે ઉપાધ્યાયએ જણાવેલ છે.

સ્પોર્ટસ કાર્નિવલમાં રમત-ગમતના જુદા જુદા એસોસીએશન પણ જોડાશે અને આ ખેલાડીઓ દ્વારા જુદી જુદી રમત રમવામાં આવશે. બાળકોથી લઈ વૃધ્ધો રમત રમી શકશે. લીંબુ ચમચી, કોથડા દોડ, ખો-ખો, કબડ્ડી સહિતની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે સ્પોર્ટસ કાર્નિવલમાં બે દિવસમાં આશરે ૧ હજારથી વધુ લોકો ભાગ લેશે તેમ જણાય રહ્યુ છે.

સ્પોર્ટસ કાર્નિવલમાં મનપાને રૂપિયા 10 લાખનો ખર્ચ થશે

ભાવનગર મહાપાલિકા દ્વારા આગામી બે દિવસ સીટી સ્પોર્ટસ કાર્નિવલનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ આયોજન પાછળ મનપાને આશરે રૂ. ૧૦ લાખનો ખર્ચ થશે તેમ આજે મંગળવારે પત્રકાર પરીષદ દરમિયાન મહાપાલિકાના કમિશનરે જણાવ્યુ હતું. સ્પોર્ટસ કાર્નિવલથી નેશનલ ગેમ્સનો માહોલ બનશે પરંતુ મનપાની તીજોરી પર પણ ભારણ વધશે તેમ ચર્ચાય રહ્યુ છે.



Source link

Leave a Comment