Table of Contents
‘અવસર લોકશાહીનો’ અભિયાનનો પ્રારંભ
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં નાગરિકો ભાગ લે તેવા આશયથી ‘અવસર લોકશાહીનો’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મામલે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અઘિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જ્યાં મતદાન ઓછું થયું હતું, તેવાં સ્થળો પર પણ “અવસર રથ’ થકી મતદારોને જાગૃત્ત પણ કરવામા આવ્યા હતા. સાથે સાથે તેમને મતદાનનું મહત્વ પણ સમજાવામાં આવ્યું હતુ.આ પણ વાંચો: સાઉદી અરેબિયાએ ખિતાબની દાવેદાર આર્જેન્ટિનાને આપી હાર, આર્જેન્ટિનાની આ પ્રથમ હાર
23મી નવેમ્બરના રોજ સહી ઝુંબેશ કાર્યક્રમ
જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે કાર્યરત સ્વીપની કામગીરી અંતર્ગત આવતી કાલે 23મી નવેમ્બરના રોજ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ જિલ્લાના 250 જાહેર સ્થળો ખાતે યોજાવામાં આવશે. જેમાં જિલ્લાના 55 મતદાન બુથ કે જયાં મતદાન ઓછું થયું હતું ત્યાં આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેથી વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે આગળ આવી શકે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંતરામપુરમાં માસ્ટર સ્ટ્રોક, નારાજ નેતાઓને મનાવી લીધા
યુવા વર્ગમાં મતદાન માટે જાગૃતિ લાવવા પ્રયાસ
તેની સાથે આ કાર્યક્રમ થકી યુવાઓ મતદાન કરવા પ્રેરાય અને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીને સાચા અર્થમાં સાર્થક કરે તે માટે જિલ્લાની 18 કોલેજોમાં પણ આ કાર્યક્રમ યોજીને યુવા વર્ગમાં પણ મતદાન માટે જાગૃતિ લાવવામાં આવશે. તદુપરાંત, જિલ્લાના નક્કી થયેલાં જાહેર સ્થળો અને એસ.ટી. ડેપો ખાતે પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે.
આ પણ વાંચો: રસ્તા પર ઢોર છોડવા મોંઘા પડ્યા, ગુજરાત હાઈકોર્ટે સંભળાવી છ મહિનાની સજા
ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
‘હું વોટ કરીશ…’ ના સ્લોગન સાથે મતદાન માટે જાગૃત્તિ આવે તેવા વિચાર સાથે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીના વડપણ હેઠળ પાંચેય વિધાનસભા બેઠકો પર સહી ઝૂંબેશ માટે જરુરી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લોકો મોટી સંખ્યમાં મતદાન કરવમાં માટે આગળ આવે તેવા હેતુ સાથે યુવા વર્ગમાં પણ મતદાન માટે જાગૃતિ લાવવામાં કરવામાં આવી રહ્યા છે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022