દિકરીએ લવ મેરેજ કરતા નારાજ હતા માતા-પિતા
પોલીસ અધિકારીએ આ કેસ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, “આયુષીને 17 નવેમ્બરના રોજ તેના પિતા સાથે ઝઘડો થયો હતો. તેણીએ તેની પસંદગીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. જેના કારણે તેનો પરિવાર નાખુશ હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા તેના પિતાએ દલીલ બાદ 17 નવેમ્બરના રોજ તેને બે વાર ગોળી મારી હતી.”
બેગમાં ભરીને ફેંકી દીધો મૃતદેહ
પીડિતા આયુષી યાદવ પોતાના માતા-પિતાને કહ્યા વગર થોડા દિવસો માટે બહાર ચાલી ગઈ હતી. આ વાતથી તેના પિતા ગુસ્સે થયા, જેમણે 17 નવેમ્બરના રોજ જે દિવસે તે પાછી આવી હતી, ત્યારે દિલ્હીના બદરપુરના મોડબંડ ગામમાં તેમના ઘરે કથિત રીતે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એ જ રાત્રે તેણે તેના મૃતદેહને ટ્રોલી બેગમાં ભરીને યમુના એક્સપ્રેસ વે પર રૈયા કટ પાસે ફેંકી દીધો હતો.
પોલીસે કરી માતા-પિતાની ધરપકડ
કાર્યકારી વરિષ્ઠ પોલીસ અધિક્ષક માર્તંડ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે, “પીડિતાના પિતા નિતેશ યાદવ અને માતા બ્રજબાલા યાદવની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમના પર IPC કલમ 302 (હત્યા માટે સજા) અને 201 (ગુનાના પુરાવા ગાયબ કરવા અથવા ગુનેગારની તપાસ કરવા માટે ખોટી માહિતી આપવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બ્રજબાલા યાદવે ભલે પોતાની દીકરીને ગોળી ન મારી હોય, પરંતુ તે લાશનો નિકાલ કરવામાં સામેલ હતી અને તે પોતાના પતિ સાથે કારમાં મથુરા ગઈ હતી.”
પોલીસની મહેનત રંગ લાવી
મથુરામાં આયુષી યાદવના મૃતદેહથી ભરેલી ટ્રોલી મળી આવ્યા બાદ પોલીસે ફોન ટ્રેસ કર્યા, સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને મહિલાને ઓળખવા માટે દિલ્હીમાં પોસ્ટર પણ લગાવ્યા. ત્યારબાદ પોલીસને રવિવારે સવારે એક અજાણ્યા શખ્સે તેણી અંગે ફોન કર્યો હતો. બાદમાં તેની માતા અને ભાઈએ ફોટોગ્રાફ્સ દ્વારા તેની ઓળખ કરી હતી. તેઓ મથુરાના શબઘરમાં પણ પહોંચ્યા હતા અને પુષ્ટિ કરી હતી કે મૃતદેહ આયુષી યાદવનો છે.
આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરના બલુનીનો વતની છે અને નીતેશ યાદવને ત્યાં નોકરી મળ્યા બાદ તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાંમાં શીફ્ટ થયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, Murder case