મહારાષ્ટ્ર અને કર્ણાટક સરહદી વિવાદમાં દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા


શિરડી: મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે સરહદ વિવાદ ગરમાઈ રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ નિવેદન આપ્યું છે કે, તે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લના 40 ગામો પર પોતાનો દાવો ઠોકશે. જેને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. બોમ્મઈના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, એક પણ ગામ મહારાષ્ટ્રમાંથી બહાર જશે નહીં. તેમણે કહ્યું કે, અમારુ ફોકસ સરહદ વિવાદનું નિવારણ લાવવાનું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, સરહદ વિવાદમાં કોઈએ પણ બીજો કોઈ વિવાદ ઊભો કરવાની જરુર નથી. તો વળી મુખ્યમંત્રી બાદ હવે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ મોર્ચો ખોલ્યો છે. તેમણે કહ્યુ કે, કર્ણાટકમાં મરાઠી બોલતા વિસ્તારોને મહારાષ્ટ્રમાં સામેલ કરીશું.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનું વિવાદીત નિવેદન, શિવાજી જૂના જમાનાની વાત, નવા આદર્શ નીતિન ગડકરી

તો વળી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમે એક પણ ગામ નહીં આપીએ. ઉલ્ટા કર્ણાટકના કબ્જાવાળા મરાઠીભાષી વિસ્તાર બેલગાવી, કારવાર, નિપાનીને લેવાનો પ્રયત્ન કરીશું. તેમણે ભાર આપીને કહ્યું કે, મહારાષ્ટ્રનું એક પણ ગામ કોઈ અન્ય રાજ્યમાં મર્જ નહીં થવા દઈએ. તેની જગ્યાએ કર્ણાટકના મરાઠી ભાષી વિસ્તારોને મહારાષ્ટ્રમાં જોડવાનો પ્રયાસ કરીશું. ફડણવીસે કહ્યું કે, આ બે રાજ્યો વચ્ચે કાયદાકીય લડાઈ છે અને મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં બેલગામ, કારવાર અને નિપાની જેવા મરાઠી ભાષી વિસ્તારોને મહારાષ્ટ્રમાં જોડવા માટેના પ્રયાસો અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં લડશે.

તો વળી શિરડીમાં શિંદેએ પત્રકારોને કહ્યું કે, અમારી સરકાર એ તમામ પ્રયાસ કરશે કે સાંગલીના જઠ તાલુકાના ગામને કોઈ સમસ્યા ન થાય. આ ગામના સંકલ્પને 2012માં બહુ પહેલા અપનાવી ચુક્યા છે. હવે તેમને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે, ત્યારથી જઠ તાલુકા જેવા ગામ માટે યોજના બનાવામાં આવી હતી અને તેમાંથી અમુક પહેલા જ લાગૂ થઈ ચુકી છે. અન્યને નિયત સમયમાં લાગૂ કરવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક સરહદી વિસ્તારમાં રહેતા મરાઠી ભાષી લોકો માટે કલ્યાણકારી યોજનાઓની ઘોષણા કરી છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Karnatak, MaharashtraSource link

Leave a Comment