Table of Contents
21મી નવેમ્બરની રાત્રે થઈ હતી ચોરી
શહેરના સરખેજ ઉજાલા હોટલ નજીક આવેલ એક ગોડાઉનમાં 21મી નવેમ્બરની રાત્રે ચોરી થઇ હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસીપી સહીતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઇને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસએ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જેમાં ફરિયાદી અને સાહેદોની પૂછપરછ કરતા ફરિયાદીએ જણાવેલ હકીકતમાં વિસંગતતા જોવા મળી હતી.આ પણ વાંચો: તમારા ઘરે આવતો ગેસનો બાટલો ચેક કરી ને લેજો, ચાલે છે આવો ધંધો
મેનેજરે મિત્ર સાથે મળીને ચોરીનો પ્લાન ઘડ્યો
જેમાં ફરિયાદી શંકાના ડાયરામાં લાગતા પોલીસએ સઘન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેના મિત્ર હિરેન પટેલ સાથે મળીને ચોરીનો પ્લાન ઘડ્યો હતો. 20મી નવેમ્બરના દિવસે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ આરોપી પ્રશાંત પટેલ તથા હિરેન પટેલ I10 ગાડી લઇને બનાવવાળી જગ્યાએ પહોચ્યાં અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. બાદમાં પોલીસને જાણ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ પોલીસને તેમના પર શંકા જતા પોલીસે તેમની ઉલટ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: આજે પણ આ ધારાસભ્યના ઘરે ચૂલા પર બને છે જમવાનું, જાણો BPL ધારાસભ્યની પૂરી કહાણી
પોલીસએ બન્ને આરોપીની ધરપકડ કરી લીધી
આ મામલે પકડાયેલ બંન્ને આરોપીઓ વસ્ત્રાલના રહેવાસી છે. જ્યારે આરોપી પ્રશાંત પટેલ છેલ્લા છ મહીનાથી મેનેજર તરીકે નોકરી કરે છે. જે પોતે આર્થિક વ્યવહાર સંભાળતો હોવાથી લાલચમાં આવીને હિરેનને ચોરી કરવાનો પ્લાન જણાવ્યો હતો. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને રૂપીયા 7 લાખ 48 હજાર રોકડા, ડીવીઆર, 2 મોબાઇલ અને કાર કબ્જે કરી છે. હાલમાં પોલીસએ આ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime news, Crime news, Latest Crime news gujarati, ગુજરાત