મુલાયમ સિંહની હાલત ગંભીર, વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા; અખિલેશ યાદવ હોસ્પિટલ પહોંચ્યા


નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત બગડ્યા બાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. મુલાયમ સિંહ યાદવને આઈસીયૂમાં શિફ્ટ કર્યા છે. મુલાયમ સિંહની તબિયત બગડવાની જાણકારી મળતા જ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ ગુરુગ્રામ માટે રવાના થઈ ચુક્યા છે. તો વળી મુલાયમ સિંહ યાદવના નાના ભાઈ શિવપાલ યાદવ પહેલાથી જ દિલ્હીમાં છે. તેઓ પણ હોસ્પિટલ જવા માટે રવાના થઈ ચુક્યા છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: લખનઉમાં મોટી દુર્ઘટના, ધાર્મિક કાર્યક્રમમાં જતાં લોકોનું ટ્રેક્ટર તળાવમાં પલ્ટી ગયું

આપને જણાવી દઈએ કે, સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની હાલત ઘણી ગંભીર છે. તેઓ લાંબા સમયથી બિમાર છે. આજે તબિયત વધારે ખરાબ થતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. મુલાયમ સિંહ યાદવ સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓથી ખૂબ જ પીડિત છે. હાલમાં જ તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા હતા. મુલાયમ સિંહ યાદવને પેટમાં દુખાવો અને પેશાબમાં ઈન્ફેક્શન હતું. તબિયતમાં સુધારો થયા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

કેટલીય વાર મેદાંતામાં ભરતી થઈ ચુક્યા છે મુલાયમ

આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવની તબિયત પહેલા પણ ઘણી વાર ખરાબ થઈ ચુકી છે. ગત વર્ષે એક જૂલાઈના રોજ મેદાંતા હોસ્પિટલમાં તેમને ભરતી કરાવ્યા હતા. બેચેની થયા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. અહીં તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટર્સની સલાહ બાદ તેમને તુરંત આઈસીયૂમાં ભરતી કરાવ્યા હતા. હાલમાં જ પેશાબમાં સંક્રમણને લઈને તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. જૂલાઈમાં પત્ની સાધના ગુપ્તાનું કોરોનાથી નિધન બાદ તેમની તબિયત નાદુરસ્ત રહે છે. ત્યારે હવે ફરી એક વાર તેમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.

ડોક્ટર્સે તેમની ગંભીર હાલત જોતા તેમને તુરંત આઈસીયૂમાં શિફ્ટ કર્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર સિંહનું બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ પહેલાથી ઓછું હતું. તેમની હાલત પર મેદાંતા હોસ્પિટલ મેનેજમેન્ટ સાંજે મેડિકલ બુલેટિન જાહેર કરશે. જેમાં તેમની તબિયતની સમગ્ર જાણાકારી આપશે. અહીં ઉલ્લેખનિય છે કે, મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવાના સૈફઈ ગામમાં થયો હતો. તેમના પિતા સુધર સિંહ યાદવ અને માતા મૂર્તિ દેવી ખેતીકામ કરતા હતા.

Published by:Pravin Makwana

First published:Source link

Leave a Comment