ગ્લેન મેક્સવેલનું કહેવું છે કે, બિગ બેશ લીગમાં સૂર્યકુમાર યાદવ જેવા બેટ્સમેનને ખરીદવો શક્ય નથી. ગ્લેન મેક્સવેલના મતે બિગ બેશ લીગ માટે સૂર્યકુમાર યાદવને ખરીદવાના પૈસા ઓછા પડશે.ગ્લેન મેક્સવેલે સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરતાં કહ્યું કે, તે ઇનિંગ્સની હાઇલાઇટ જોઇ રહ્યો હતો ત્યારે તેને શરમ આવતી હતી. ગ્લેન મેક્સવેલે ‘ધ ગ્રેડ ક્રિકેટર’ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન સૂર્યકુમાર યાદવની બેટિંગના વખાણ કર્યા હતા.
ગ્લેન મેક્સવેલને પૂછવામાં આવ્યું કે શું સૂર્યકુમાર યાદવને ભવિષ્યમાં ક્યારેય ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં રમતો જોઈ શકાશે? ત્યારે ગ્લેન મેક્સવેલે આ સવાલના જવાબમાં કહ્યું કે, અમારી પાસે પૈસા ખૂટી પડશે, સૂર્યકુમાર યાદવને ખરીદવો શક્ય નહીં હોય.
તેણે વધુમાં કહ્યું કે, તે અન્ય ખેલાડીઓ કરતા ઘણો સારો છે. મેં આટલી સારી બેટિંગ ક્યારેય જોઈ નથી. જોસ બટલર આઇપીએલમાં કંઇક આ રીતે રમે છે, પરંતુ સૂર્યકુમાર યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા વિસ્ફોટકો બેટિંગ કરી રહ્યો છે.
આ પણ વાંચો: હારમાંથી કંઇ જ નથી શીખી ટીમ ઈન્ડિયા, બે ખેલાડીઓને ટીમમાં સ્થાન ન મળતા ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને
આઇસીસી ટી-20 રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન
સૂર્યકુમાર યાદવે આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ખૂબ સારા રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં 31 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1164 રન બનાવ્યા છે, જેમાં તેણે 2 સદી અને 9 અડધી સદી ફટકારી છે. સૂર્યકુમાર યાદવ હાલના આઇસીસી ટી-20 રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન છે.
આ પણ વાંચો: એક ઇનિંગમાં 277 રન, સતત પાંચ મેચમાં સદી, ધોનીની ટીમના ખેલાડીએ રોહિત-કોહલીનો રેકોર્ડ તોડ્યો
રેકોર્ડ તોડવામાં નંબર 1
સૂર્યકુમાર યાદવ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને જો તે ફિટ રહેશે તો તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી શકાય તેમ નથી. સૂર્યકુમાર યાદવ એક પછી એક રેકોર્ડ તોડી રહ્યો છે. ભારતના સ્ટાઈલિશ બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટી-20 રેન્કિંગમાં નંબર-1 સ્થાનમજબુત કરી લીધું છે. ન્યૂઝીલેન્ડ ટી-20 સિરીઝની બીજી મેચમાં સૂર્યકુમારે 51 બોલમાં અણનમ 111 રનની જબરદસ્ત ઈનિંગ રમી હતી. સૂર્યકુમારે આ શ્રેણીમાંથી 31 રેટિંગ પોઇન્ટ મેળવ્યા છે અને 890 રેટિંગ પોઇન્ટ સાથે બીજા નંબર પર રહેલા પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને 54 પોઇન્ટથી પાછળ છોડી દીધા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cricket News in Gujarati, Glenn Maxwell, Suryakumar yadav, ક્રિકેટ