મોદી સરકારના આ મંત્રીએ રાહુલ ગાંધી માટે એવી ટિપ્પણી કરી કે, કોંગ્રેસીઓ ખુશ થઈ ગયા


શિમલા:  અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના એક પ્રવક્તાએ પીટીઆઈ ભાષાને કહ્યું કે, મધ્ય પ્રદેશમાં રાહુલ ગાંધીની આગેવાનીવાળી ભારત જોડો યાત્રા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ‘સ્વાગત’ ટિપ્પણી તેમની ઘરવાપસીનો સંકેત હોય શકે છે. ભારત જોડો યાત્રા 23 નવેમ્બરની સવારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાના બોદરલી ગામમાં પહોંચી છે. ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 23 નવેમ્બરે આ માર્ચનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં સૌનું સ્વાગત છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના પૂર્વ સદસ્ય, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કમલનાથ સાથે વિવાદ થતાં માર્ચ 2020માં પાર્ટી છોડી દીધી હતી અને ભાજપમાં જોડાઈ ગયા હતા. બાદમાં કેન્દ્રમાં તેમને મંત્રી પણ બનાવ્યા હતા.

આ પણ વાંચો: વિવાદ: ખેડૂતની દીકરીઓ રાહુલ ગાંધીને વળગીને ફોટા પડાવી રહી છે, હવે કોઈ તેમના લગ્ન કરાવી દો

કોંગ્રેસ પ્રવક્તા અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટિના પૂર્વ અધ્યક્ષ કુલદીપ સિંહ રાઠોડે જ્યોતિરાદિત્ય સિંધિયાની ટિપ્પણી વિશે પુછતા જણાવ્યું છે કે, ‘આ તેમની ઘર વાપસીના સંકેત હોય શકે છે. ‘ તેમણે ગત 12 નવેમ્બરે સમાપ્ત થયેલ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી વિશે કહ્યું કે, પહાડી રાજ્યમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ મતદાન પહાડી રાજ્યમાં પરિવર્તનના સંકેત છે. કારણ કે, લોકો ભાજપના નેતૃત્વવાળી રાજ્યસરકારની નાખુશ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સ્પષ્ટ બહુમત સાથે હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવશે. રાઠોડે કહ્યું કે, ભાજપની હારની પટકથા ગત વર્ષે ત્રણ વિધાનસભા અને એક લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં હાર બાદ લખાઈ ગઈ હતી. જ્યારે કોંગ્રેસે ભાવ વધારો અને મોંઘવારી અને બેજવાબદાર શાસનને આ ચૂંટણીમાં મુદ્દો બનાવ્યો હતો.

તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રીનો નિર્ણય ધારાસભ્યો અને પાર્ટી હાઈકમાન્ડ કરશે. ખરીદ વેચાણના સવાલ પર કુલદીપ રાઠોડે કહ્યું કે, આ પ્રકારની પ્રથા બહુ સંભવ છે, પણ અમને અમારા સભ્યોની સત્યનિષ્ઠા પર પુરો વિશ્વાસ છે. તેમણે પાર્ટી નેતાઓને અનુશાસનમાં રહેવા કહ્યું અને તમામ પડકારોનો સામનો કરવા માટે પણ હાંકલ કરી છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Congress Leader, Jyotiraditya ScindiaSource link

Leave a Comment