મોદી સરકાર આ ત્રણ કંપનીમાં પોતાની ભાગીદારી વેચશે


નવી દિલ્હી: ભારત સરકાર કોલ ઈંડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ (RCF)માં 5થી 10 ટકા ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે. બ્લૂમબર્ગના સૂત્રોના હવાલેથી તેની જાણકારી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેરબજારમાં ઉછાળો અને નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં રેવન્યૂ વધારવા માટે કોલ ઈંડિયા અને હિન્દુસ્તાન ઝિંક સહિત સરકારી કંપનીઓમાં નાની ભાગીદારી વેચવાની યોજના બનાવી રહ્યું છે.

સરકાર માર્ચ, 2023 સુધી ત્રણ મોટી સરકારી કંપનીઓમાં પોતાના શેર વેચશે. આ કંપનીઓના OFS (offer for sale) લાવવાની તૈયારી કરી રહ્યું છે.

65,000 કરોડ એકઠા કરવાનો ટાર્ગેટ

સરકારે આ વર્ષે સરકારી કંપનીઓમાં વિનિવેશથી 65,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. હજૂ તેમાંથી અમુક 24,000 કરોડ સુધી આવ્યા છે. બાકીના આ ત્રણ ચાર કંપનીઓથી ઓફર ફોલ સેલથી 16,000થી લઈને 20,000 કરોડ રૂપિયા સુધી એકઠા કરી શકે છે.

Published by:Pravin Makwana

First published:Source link

Leave a Comment