યસ બેન્કના કૌભાંડી રાણા કપૂર જેલમાંથી બહાર આવશે, હાઈકોર્ટે આપ્યા જામીન


 નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે આજે યસ બેન્કના પૂર્વ એમડી તથા સીઈઓ રાણા કપૂરને જામીન આપી દીધા છે. કપૂરને 466.51 કરોડ રૂપિયાના મની લોન્ડ્રીંગ કેસમા ઈડીએ ધરપકડ કર્યા હતા.

ઈડી યસ બેન્ક સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસની તપાસ કરી રહ્યું છે. પૂર્વ એમડી તથા સીઈઓ રાણા કપૂર પર પદનો દુરુપયોગ કરવા અને પોતાના પરિવારને લાભ પહોંચાડવાનો આરોપ છે. આ મામલામાં સીબીઆઈએ માર્ચ 2020માં છેતરપીંડી તથા ગુનાહિત ષડયંત્ર કરવાનો મામલો નોંધ્યો હતો. તેના આધાર પર ઈડીએ તેમના વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો કેસ નોંધ્યો છે.

Published by:Pravin Makwana

First published:Source link

Leave a Comment