રણબીર-આલિયાની દીકરીનું નામ રાહા રખાયું: દાદી નીતુએ નામકરણ કર્યું– ટ્વિટરમાં “રાહા’ નામનું ટી-શર્ટ શેર કરીને આલિયાની જાહેરાત

– રાહા એટલે દિવ્યપથ, સંસ્કૃતમાં રાહા મતલબ વંશ વધારનાર, બાંગ્લામાં આરામ, અરેબિકમાં શાંતિ 

– આલિયાએ ટ્વિટરમાં નામનો અર્થ સમજાવ્યો

મુંબઈ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરીનું નામકરણ થઈ ગયું છે. દાદી નીતુ કપૂરે પૌત્રીનું નામ રાહા રાખ્યું છે. આલિયા ભટ્ટે ટ્વિટરમાં એક ટી-શર્ટ શેર કરીને દીકરીના નામકરણની જાહેરાત કરી હતી અને આ નામનો સંસ્કૃત સહિતની ભાષાઓમાં થતો અર્થ પણ સમજાવ્યો હતો. 

આલિયા ભટ્ટે ટ્વિટરમાં લખ્યું હતું: આ નામ રાહાના ઘણાં અર્થો થાય છે. નામ રાહાની સમજદાર અને અદ્ભૂત દાદી નીતુ કપૂરે રાખ્યું છે. નામના ઘણાં સુંદર અર્થો થાય છે. રાહનો એક અર્થ થાય છે – દિવ્યપથ. સ્વાહિલી ભાષામાં એનો મતલબ ખુશી એવો થાય છે, તો સંસ્કૃતમાં રાહાનો અર્થ વંશ વધારનાર એ પ્રકારનો થાય છે. બાંગ્લામાં એનો અર્થ છે રાહત મળવી. તો વળી, અરબીમાં એનો મતલબ શાંતિ થાય છે. રાહા શબ્દના બીજાય મીનિંગ થાય છે – જેમ કે, સ્વતંત્રતા, ખુશી અને આનંદ…

આલિયાએ આ પોસ્ટમાં દીવાલ પર ચોંટાડેલા એક ટી-શર્ટનો ફોટો શેર કર્યો હતો. ફૂટબોલ ક્લબ બાર્સેલોનાના ડિઝાઈન-કલર ધરાવતા ટી-શર્ટમાં રાહાનું નામ છપાયેલું છે અને નીચે લોગો સાથે યુનિસેફ લખેલું છે. આલિયાએ ટ્વીટ કરેલા ફોટોમાં ઝાંખા થયેલા આલિયા-રણબીર પણ દેખાઈ રહ્યા છે. પોસ્ટમાં આલિયાએ ઉમેર્યું હતું: એના નામની જેમ જ જ્યારે અમે એને પહેલી વખત હાથમાં લીધી હતી ત્યારે એવી જ ફીલિંગ્સ થઈ હતી. રાહા તારો આભાર, આપણાં પરિવારને ફરીથી નવી ખુશીઓ આપવા માટે. એવું લાગે છે કે જાણે અમારી લાઈફ હવે શરૂ થઈ છે.

આલિયાની આ ટ્વીટ વાયરલ થઈ હતી. લોકોએ એમાં અસંખ્ય કમેન્ટ કરીને શુભકામના પાઠવી હતી. સેલિબ્રિટીઝ પણ આલિયાની પોસ્ટમાં કમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.Source link

Leave a Comment