રાજકીય પાર્ટીઓમાં સોશિયલ મિડીયા એક્સપર્ટની ડિમાન્ડમાં વધારો


ચૂંટણીમાં સોશિયલ મિડીયાની બોલબાલા

ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરની રીલ સહિત પોસ્ટ તૈયાર કરવા માટે અનેક ઉમેદવારોએ ખાસ ટીમને રોકી

અમદાવાદ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ડોર ટુ ડોર સંપર્કની સાથે ડીજીટલ
પ્રચાર મતદારો સુધી પહોંચવામાં ખુબ મહત્વ ધરાવે છે. ત્યારે વિવિધ પાર્ટીના અનેક ઉમેદવારોએ
પોતાના પ્રચાર માટે સોશિયલ મિડીયા એક્સપર્ટનો પણ પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે. જેથીે
સોશિયલ મિડીયામાં રીલ અને પોસ્ટની મદદથી  મહત્તમ
મતદારો સુધી પહોંચી શકાય. સાથેસાથે મોબાઇલ નંબરના ડેટા સપ્લાય કરતી એજન્સીઓની ડિમાન્ડ
પણ વધી છે.
ગુજરાત વિધાનસભામાં હવે પ્રચાર પધ્ધતિ બદલાઇ રહી છે. અને ખુબ
ઓછા દિવસો હોવાથી હવે ડોર ટુ ડોર સંપર્ક કરીને મતદારો સુધી પહોંચવાનો સમય ખુબ ઓછો હોવાને
કારણે અનેક ઉમેદવારોએ ડીજીટલ માધ્યમનો ઉપયોગ શરૂ કર્યો છે. આ માટે સોશિયલ મિડીયા એક્સપર્ટને
પોતાની ટીમમાં સામેલ કર્યા છે.જે ઇન્સ્ટાગ્રામ પરની રીલ
, ફેસબુકની પોસ્ટ, યુ ટયુબ પરના વિડીયો
બનાવવા માટે આ સોશિયલ મિડીયા એક્સપર્ટની ટીમ ઉમેદવારોને મદદ કરે છે.  સામાન્ય દિવસો કરતા સોશિયલ મિડીયા એક્સપર્ટની ટીમના
ેપેકેજની કિંમતમાં પણ વધારો થયો છે. જે લગભગ બમણા જેટલું થયું છે. ેએક સોશિયલ મિડીયા
એક્સપર્ટે જણાવ્યું કે હાલ ચૂંટણી માટે એક લાખથી પાંચ લાખ સુધીને પેકેજ ઓફર કરવામાં
આવી રહ્યા છે. જેમાં વોટ્સએપ અને ટેલીગ્રામ ગુ્રપમાં એક સાથે ૨૦ હજાર સંભવિત મતદારોને
મેસેજ પહોંચાડવામાં આવે છે.  સાથે સાથે ઇન્સ્ટાગ્રામ
રીલ કે ફેસબુક પરની રીલ સૌથી વધારે ટ્રેન્ડીંગ હોય છે. ત્યારે રીલ બનાવવા માટે ઉમેદવારો
સૌથી વધારે ડિમાન્ડ કરે છે.
તો મોબાઇલ નંબરના ડેટાનું વેચાણ કરતી એજન્સીઓ સાથે પણ રાજકીય
પાર્ટીઓ વતી સોશિયલ મિડીયા એક્સપર્ટ ડીલ કરીને મોબાઇલ નંબરના ડેટા ખરીદે છે અને જેનો
ઉપયોગ વધુમાં વધુ લોકો સુધી પહોંચવામાં થાય છે. 
મોબાઇલ ડેટા વિસ્તાર પ્રમાણે
,
જાતિ પ્રમાણે પણ આપવામાં આવે છે. જેથી ઉમેદવારો વધુમાં વધુ મતદારો સુધી પહોંચી
શકે.

 Source link

Leave a Comment