રાજકોટના આ ગામમાં પક્ષોના પ્રચાર પર પ્રતિબંધ, પરંતુ મતદાન ન કરનારને દંડ


રાજકોટ: જિલ્લાના રાજ સમઢીયાળા ગામમાં કોઈપણ રાજકીય પક્ષને પ્રચાર કરવાની મંજૂરી નથી. પરંતુ જો કોઈ પોતાનો વોટ ન આપે તો તેને 51 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. ગામના સરપંચે જણાવ્યું હતું કે, 1983થી અહીં રાજકીય પક્ષોને પ્રચાર ન કરવા દેવાનો આ નિયમ અમલમાં છે. જ્યારે મતદાન તમામ માટે ફરજિયાત છે. કોઈ સ્થાનિક મત આપવામાં નિષ્ફળ રહે તો, પંચાયત તરફથી 51 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, રાજ સમઢીયાળા ગામ રાજકોટ શહેરથી માત્ર 22 કિમી દૂર આવેલું છે.

આ પણ વાંચો:  ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર, કોણ જીતશે જંગ?

ગુજરાતના આ ગામમાં સોધવા જઈએ તો પણ તમને કોઈના ઘરમાં તાળું જોવા નહીં મળે. કારણ કે અહીં કોઈ તેમના ઘરને તાળું મારતા નથી. ઘર એ ઘર છે, કોઈ ને કોઈ વ્યક્તિ હંમેશા ત્યાં હાજર હોય છે. પરંતુ અહીંના દુકાનદારો પણ બપોરના સમયે પોતાની દુકાનો ખુલ્લી મૂકીને ઘરે જમવા જાય છે. જ્યારે ગ્રાહક દુકાને આવે છે, ત્યારે તે તેની જરૂરિયાતનો સામાન લઈ જાય છે અને તેની કિંમતના પૈસા દુકાનના ગલામાં મૂકીને જતા રહે છે. એક ઘટનાને બાદ કરતાં અહીં ક્યારેય ચોરીનો બનાવ બન્યો નથી. આ ગામમાં ચોરીની એકમાત્ર ઘટનાના બીજા જ દિવસે ચોરે પોતે પંચાયતમાં પોતાનો ગુનો કબૂલી લીધો અને તેનું પ્રાયશ્ચિત કરવા વળતર આપ્યું હતું.

આ પણ વાંચો: મહેસાણાની જનસભામાં કોંગ્રેસ પર મોદીના આકરા પ્રહાર, કહ્યુ – કોંગ્રેસ મોડલ એટલે અરબો-ખરબોનો ભ્રષ્ટાચાર

gujarat elections 2022 rajkot raj samadhiyala village political parties not allowed to campaign but rs51 fine who donot vote

ગુજરાતના ગામમાં રાજકીય પાર્ટીઓ પર છે પ્રતિબંધ

આ ગામમાં ગુટખા વિરોધી ઝુંબેશ ચલાવવાની જરૂર નથી, કારણ કે અહીં પહેલાથી જ ગુટખા પર પ્રતિબંધ છે અને કોઈ આ નિયમ તોડતું નથી. રાજકોટ જીલ્લાના રાજ સમઢીયાળા ગામે જળ સંચયની દિશામાં ખૂબ જ સારું કામ કરીને ઉદાહરણ પુરું પાડ્યું છે. સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં આવેલા આ ગામે જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ રજૂ કર્યું છે. જ્યાં હવે ખેતી અને પશુપાલન માટે પૂરતું પાણી છે. રાજ સમઢીયાળા ગામને ગુજરાતની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ મળ્યો છે.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:Samrat Bauddh

First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Rajkot NewsSource link

Leave a Comment