રાજેન્દ્ર પટેલની ઓફિસ અને ઘરમાં તપાસ કરી:સ્ટાફના નિવેદન નોંધ્યા


સાણંદના પ્રાંત અધિકારીની આત્મહત્યાનો મામલો

તપાસમાં કોઇ સુસાઇડ નોટ કે અન્ય વિગતો ન મળી :ચૂંટણીના કામથી સતત માનિસક દબાણમાં રહેતા હતા

અમદાવાદ

અમદાવાદ જિલ્લાના સાણંદના પ્રાંત અધિકારી અને રિટર્નિગ અધિકારી
રાજેન્દ્ર પટેલની આત્મહત્યા કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં આજે તેમની ઓફિસ અને
મકાનની તપાસ કરવામાં આવી હતી. જો કે કોઇ વાંધાજનક ચીજ વસ્તુ મળી નહોતી. આ સાથે પોલીસે
તેમની સાથે કામ કરતા સ્ટાફના નિવેદન નોંધ્યા હતા. જેમાં રાજેન્દ્ર પટેલ કામના ભારણ
હેઠળ રહેતા હોવાથી માનસિક દબાણમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલની આત્મહત્યા કેસમાં બુધવારે
તેમના ભાડાના ફ્લેટ અને ઓફિસમાં તપાસ કરી હતી. જેમાં તેમના સરકારી કોમ્પ્યુટરના ડેટા
પણ તપાસ્યો હતો. જે પોલીસે એફએસએલ તપાસ માટે લીધો છે. જ્યારે સુસાઇડને લગતા કાગળો મળ્યા
નહોતા. આ સાથે પોલીસે તેમની સાથે કામ કરતા લોકોના સત્તાવાર નિવેદન નોંધ્યા હતા.જેમાં
એક સામાન્ય વાત બહાર આવી હતી કે તે છેલ્લાં એક સપ્તાહથી કામના ભારણને કારણે સતત માાનસિક
દબાણમાં રહેતા હતા. જેના કારણે જમવાનું પણ અનિયમિત રહેતું હતું. આ સાથે અપુરતી ઉંઘ
પણ રહેતી હતી. આત્મહત્યા કરી તેના આગળના દિવસે પણ સવારે ૧૦ થી મોડી રાતના ૩ વાગ્યા
સુધી સતત ૧૭ કલાક કામ  રહ્યું હતું. 
આ સાથે પોલીસ પરિવારજનોના નિવેદન તેમની વિધી પૂર્ણ થયા બાદ નોંધશે.
આ સાથે મોબાઇલ ફોન અને પેન ડઇવ અંગેના રિપોર્ટ બાદ વધુ વિગતો મળવાની સંભાવના છે.Source link

Leave a Comment