રાતના અંધારામાં કાજોલ સીધી નહોતી ચાલી શકતી! લથડિયા ખાતી એક્ટ્રેસને દીકરાએ સંભાળી


કાજોલ 90 અને 2000ના દાયકાની શરૂઆતમાં બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, ગુપ્ત, ફના અને માય નેમ ઈઝ ખાન જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો પછી પણ તેનો ચાર્મ ચાહકોમાં અકબંધ છે. બી-ટાઉનમાં હજી પણ પાપારાઝીઓ દ્વારા કાજોલને સ્પોટ કરવામાં આવે છે અને ટોક ઓફ ધ ટાઉન બને છે. શુક્રવારે રાત્રે કાજોલ અને તેમના પુત્ર યુગ સાથે ડિનર ડેટ માટે બહાર નીકળી હતી.

કાજોલ-યુગ દેવગન સાથે જોવા મળ્યા :

મોડી રાત્રે કાજોલ તેના પુત્ર યુગ દેવગન સાથે જોવા મળી હતી. તેઓ મુંબઈના બાંદ્રામાં એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા સ્પોટ થયા હતા. માતા-પુત્રએ એકસાથે ક્વોલિટી ટાઈમ માણ્યો હતો. બંનેએ નાઇટ આઉટ માટે કેઝ્યુઅલ વસ્ત્રો પસંદ કર્યા હતા. કાજોલ બ્લેક ફ્લોરલ શર્ટ પહેરેલી જોવા મળી હતી અને સાથે-સાથે સ્ટાઇલિશ બ્લેક ટ્રાઉઝર અને હીલ્સ પહેર્યા હતા. તેમણે ડિઝાઈનર હેન્ડબેગની સાથે રાત્રે પણ ગોગલ્સ પહેર્યા હતા.

બીજી તરફ પુત્ર યુગે પીળા શોર્ટ્સ સાથે સફેદ હૂડી પહેરી હતી. બ્લેક સ્નીકરની જોડી સાથે તેણે પોતાને અલગ જ લુક આપ્યો હતો. માતા-પુત્રની જોડી હાથમાં હાથ રાખીને ચાલતા સ્પોટ થયા છે.

વીડિયો વાયરલ :

જોકે આ રેસ્ટોરન્ટની બહારનો વીડિયો વાયરલ થતા લોકોએકાજોલને ટ્રોલ કરી હતી. કાજોલે રાત્રે સનગ્લાસ પહેર્યા હતા અને વીડિયો અનુસાર યુગ તેનો હાથ પકડીને કાર પાસે લઈ આવ્યો હતો. આ કારણે કાજોલને લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવી છે. કાજોલને ટ્રોલ કરતા યુઝર્સે કહ્યું, જો કાજોલે તેના કાળા ચશ્મા હટાવ્યા હોત તો તેને હાથ પકડવાની જરૂર ન પડી હોત. અન્ય યુઝરે કહ્યું, રાત્રે સનગ્લાસ પહેરવાની શું જરૂર છે ?.’

કાજોલનું વર્ક ફ્રન્ટ –

કાજોલના પ્રોજેક્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ત્રિભંગામાં મિથિલા પાલકર અને તન્વી આઝમી સાથે જોવા મળી હતી. કાજોલ રેવતી દ્વારા નિર્દેશિત સલામ વેંકી ફિલ્મમાં જોવા મળશે. તેમાં આહાના કુમરા અને વિશાલ જેઠવા પણ છે.

પિંકવિલાના જુલાઈના એક્સકલુઝિવ અહેવાલ અનુસાર ડિઝની+ હોટસ્ટાર પર અમેરિકન સીરિઝ ધ ગુડ વાઈફના ભારતીય રૂપાંતરણ સાથે કાજોલ ડિજિટલ ડેબ્યુ કરવા જઈ રહી છે. કાજોલના ચાહકો નાના પડદે પણ કાજોલના અભિનયની ઝલક જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ પ્રોડયુસરોએ હવે ધ ગુડ વાઈફનું ટીઝર શેર કર્યું છે. આ શોમાં કાજોલ એક હાઉસ વાઈફની ભૂમિકા ભજવતી જોવા મળશે જે તેના પતિના કૌભાંડને બાદ તેને જેલમાં ધકેલી દેતા પતિ માટે વકીલ તરીકે જોવા મળશે.

First published:

Tags: Happy Birthday Kajol, Kajol, અજય દેવગન





Source link

Leave a Comment