રામોલ એક્સપ્રેસ હાઇવે પર કારની ટક્કરથી યુવકનું મોત ઃ મિત્ર ઘાયલ


વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટના

રોન્ગ સાઇડમાં આવેલો કારનો ડ્રાઇવર ટક્કર મારીને ભાગી ગયો

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે, નડિયાદથી અપડાઉન કરતા બે મિત્રો રામોલ એક્સપ્રેસ હાઇવે ઉપર રોડ ક્રોસ કરતા હતા. આ સમયે ટક્કર મારી કારનો ડ્રાઇવર ભાગી ગયો હતો. જેમાં યુવકનું મોત થયું હતું જ્યારે મિત્ર ઘાયલ થયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોેેધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદથી અપડાઉન કરતા મિત્રો રોડ ક્રોસ કરતા હતા ત્યારે રોન્ગ સાઇડમાં આવેલો કારનો ડ્રાઇવર ટક્કર મારીને ભાગી ગયો

આ કેસની વિગત એવી છે કે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સણાલી ગામમાં રહેતા ભાઇજીભાઇ છત્રાભાઇ ડાભી (ઉ.વ.૬૧)એ ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવ્યો છે કે ફરિયાદીના પુત્ર રતનસિંહ (ઉ.વ.૪૩) તથા તેમના મિત્ર વિક્રમસિંહ અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને ઇકો કારમાં અપડાઉન કરતા હતા.

ગઇકાલે બન્ને મિત્રો નોકરીથી છૂટીને નડીયાદ તરફ જવા માટે વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આવ્યા હતા અને રામોલ એક્સપ્રેસ હાઇવે ઉપર રોડ ક્રોસ કરતા હતા આ સમયે સીટીએમ તરફથી રોન્ગ સાઇડમાં પૂર ઝડપે આવી રહેલો કારનો ડ્રાઇવર બન્ને મિત્રોને ટક્કર મારીને નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકોને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ફરિયાદીના પુત્ર રતનસિંહ મરણ પામ્યા હતા જ્યારે મિત્ર સારવાર હેઠળ છે, આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી એક્સપ્રેસ હાઇવે પરના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Leave a Comment