રૃા.12.16 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ


એમ્બ્રોઇડરીના કારખાનેદાર પાસેથી હાથ ઉછીના લીધેલા કુલ રૃ.15.42 લાખના બાકીના પેમેન્ટના ચેક રીટર્ન થયા હતા


સુરત

એમ્બ્રોઇડરીના કારખાનેદાર પાસેથી હાથ ઉછીના લીધેલા કુલ રૃ.15.42 લાખના બાકીના પેમેન્ટના ચેક રીટર્ન થયા હતા

હાથ ઉછીના લીધેલા 15.42 લાખના નાણાંના બાકી પેમેન્ટ પેટે આપેલા 12.46 લાખના
ચેક રીટર્ન કેસમાં આરોપીને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પ્રીતેશ
યુ.અંધારીયાએ એક વર્ષની કેદની સજા ફટકારી છે.

મોટા વરાછા ખાતે વ્હાઈટ હાઉસ ખાતે રહેતા તથા કતારગામ
જીઆઈડીસી ખાતે એમ્બ્રોડરી મશીનના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી આશિષ પ્રવિણ
સુતરીયાએ ફેબુ્રઆરી-
2017માં ઈલેકટ્રીકના ધંધાર્થી આરોપી સંજય
ભાયાભાઈ ખુંટ(રે.અલ્પાઈન ગ્રીન વેલી
,લસકાણા) ને મિત્રતાના
સંબંધના નાતે ધંધાકીય હેતુ માટે
15.42 લાખ હાથ ઉછીના આપ્યા
હતા.

આરોપીએ 3.26 લાખ ફરિયાદીને
પરત આપ્યા બાદ બાકીના લેણાં નાણાંના પેમેન્ટ પેટે કુલ રૃ.
12.46 લાખના ચેક આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. કેસની
અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને કેદની સજા અને નકારાયેલા ચેકની લેણી રકમ વાર્ષિક
ટકાના વ્યાજ સહિત હુકમની તારીખથી છ અઠવાડીયામાં ફરિયાદીને
વળતર તરીકે ન ચુકવે તો વધુ ત્રણ મહીનાની કેદની સજાનો હુકમ કર્યો છે.Source link

Leave a Comment