રેલવેમાં તે જ મુસાફરને વીમો મળે છે જે ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે.


નવી દિલ્હીઃ જો તમને મુસાફરી કરવા પસંદ છે તો તમારે ટ્રાવેલ વીમો કરાવવો જોઈએ. ટ્રાવેલ વીમો એયર ટિકિટની સાથે સાથે રેલવે ટિકિટ અને બસ ટિકિટ પર પણ લઈ શકાય છે. આ ઈન્શ્યોરન્સથી તમારા ખોવાઈ ગયેલા સામાનની ભરપાઈ પણ થાય છે, જો કમનસીબે અકસ્માત થાય તો સારવારનો ખર્ચ અને મૃત્યૃ થવા પર આશ્રિતોને આર્થિક મદદ મળે છે.

10 લાખ રૂપિયા સુધીનું કવર

રેલવેથી મુસાફરી દરમિયાન તે જ મુસાફરને વીમો મળે છે જે ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે. પરંતુ, બહુ જ ઓછા લોકો છે, જે રેલવે યાત્રામાં વીમાના વિકલ્પને પસંદ કરે છે. કારણ તે છે કે, તેમને આ વિશે જાણ હોતી નથી. એક રૂપિયાથી પણ ઓછામાં થવા વાળા ઈન્શ્યોરન્સમાં મુસાફરોને 10 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. જો તમે તમારી ટિકિટ બુક કરતા સમયે ટ્રાવેલ વીમો લો છો, તો ટ્રેન અકસ્માતમાં મુસાફરને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો, તેની ભરપાઈ વીમા કંપની કરે છે.આ પણ વાંચોઃ સરકારી નોકરી છોડી શરૂ કર્યો પોતાનો બિઝનેસ, બે વખત પડ્યા પણ હાલ ટર્નઓવર 10 કરોડને પાર

આ રીતે મેળવો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ

જો તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવો છો, તો વેબસાઈટ અને એપ પર ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો વિકલ્પ મળે છે. હંમેશા લોકો આ વિકલ્પ પર ધ્યાન આપતા નથી. ટિકિટ બુક કરતા સમયે ઈન્શ્યોરન્સ વિકલ્પ જરૂર પસંદ કરો. ઈન્શ્યોરન્સ માટે બસ થોડા જ રૂપિયા વધારે લેવામાં આવે છે. ઈન્શ્યોરન્સ પસંદ કરવા પર તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી પર એક લિંક આવશે. આ લિંક વીમા કંપની તરફથી મોકલવામાં આવશે. આ લિંક પર જઈને ત્યાં નોમિની વિગતો ભરો. કારણ કે વીમા પોલિસીમાં નોમિની હોવા પર જ વીમાનો દાવો મેળવવો સરળ છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસ RD કે SIP? રૂ.5000 રોકશો તો ક્યાં મળશે વધારે વળતર; આ રહી પાક્કી ગણતરી

કેટલી મળે છે દાવાની રકમ

રેલવે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ હોવા મુસાફરી સમયે જો કોઈ અકસ્માત સર્જાય છે તો વીમા કંપની અકસ્માતમાં મુસાફરના નુકસાનની ભરપાઈ કરે છે. જો રેલવે અકસ્માતમાં કોઈ યાત્રીની મૃત્યુ થઈ જાય છે તો, વીમા રકમના રૂપમાં 10 લાખ રૂપિયા મળે છે. જો રેલયાત્રી સંપૂર્ણ રીતે વિકલાંગ થઈ જાય છે તો, વીમા કંપની તેને 10 લાખ રૂપિયા આપે છે. જ્યારે આંશિક રીતે કાયમી અપંગતાના કિસ્સામાં 7.5 લાખ રૂપિયા અને ઈજા થવા પર 2 લાખ રૂપિયા હોસ્પિટલ ખર્ચના રૂપમાં મળે છે.

નોમિની વિના નહિ મળે રકમ

જો રેલવે અકસ્માત થાય છે, તો ઘાયલ વ્યક્તિ, નોમિની કે તેનો ઉત્તરાધિકારી જ વીમા માટે દાવો કરી શકે છે. ટ્રેન અકસ્માતમાં 4 મહિનાની અંદર જ દાવો કરી શકાય છે. તમે વીમા કંપનીની ઓફિસમાં જઈને વીમાં માટે દાવો કરી શકો છો.

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Insurance, Travel tourism



Source link

Leave a Comment