ડેવિડનો જન્મ સિંગાપોરમાં થયો છે. પરંતુ, તેનો પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ઉછર્યો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ પર્થમાં થયું હતું. તેને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ 2018-19માં કોન્ટ્રાક્ટ ઓફર કર્યો હતો. પરંતુ, તે સિનિયર ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. આ નિષ્ફળતા પછી તે T-20 ક્રિકેટ તરફ વળ્યો અને સિંગાપોર માટે 3 વર્ષ પહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર રમ્યો. બીજા વર્ષે તેણે બિગ બેશ લીગમાં ડેબ્યુ કર્યું.
ડેવિડે MI માટે 216ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
ટુંક સમયમાં જ ડેવિડે T-20 ક્રિકેટમાં પાવર હિટર બેટ્સમેન તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે. તે IPL-2022માં રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. જોકે તેને શરૂઆતમાં ઓછી તકો મળી હતી. પરંતુ, જ્યારે મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર હતું, ત્યારે ટીમ મેનેજમેન્ટે આ પાવર હિટરને તક આપી અને કેટલીક મેચોમાં ડેવિડે પુરવાર કર્યું કે શા માટે તેને આ ફોર્મેટમાં તાજેતરના સમયનો સૌથી ખતરનાક બેટ્સમેન માનવામાં આવે છે. તેણે 8 મેચમાં માત્ર 186 રન બનાવ્યા હતા. પરંતુ સ્ટ્રાઈક રેટ 216 હતો.
આ પણ વાંચો: UAE T20 લીગ: MI અમીરાતનો બન્યો મુખ્ય કોચ શેન બોન્ડ
આ સ્ટ્રાઈક રેટ ડિસેમ્બર 2020 પછી ડેવિડે T20 ક્રિકેટ માટે રમી છે તે તમામ ફ્રેન્ચાઇઝી ટીમોમાં સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન કેરેબિયન પ્રીમિયર લીગમાં સેન્ટ લુસિયા કિંગ્સ તરફથી રમતી વખતે ડેવિડનો T20માં સૌથી ઓછો સ્ટ્રાઈક રેટ હતો. તેણે આ ફ્રેન્ચાઈઝી માટે 144ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ડેવિડે આ સમયગાળા દરમિયાન બિગ બેશ લીગની ફ્રેન્ચાઇઝી હોબાર્ટ હરિકેન્સ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે આ ટીમ માટે 158ના સ્ટ્રાઈક રેટથી 497 રન બનાવ્યા. ડેવિડે આ બે વર્ષમાં સીપીએલ, આઈપીએલ, બિગ બેશ લીગ, પાકિસ્તાન સુપર લીગ અને ધ હન્ડ્રેડ જેવી તમામ ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. આના પરથી ખ્યાલ આવી રહ્યો છે કે આ બેટ્સમેન T20 ફોર્મેટમાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે.
‘આઈપીએલનો અનુભવ ભારત સામે આવશે કામ’
ESPNcricinfo સાથેની વાતચીતમાં ડેવિડે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદગી થવા અને ભારતમાં રમવા અંગે ખુલીને વાત કરી હતી. ડેવિડે કહ્યું, ‘ઓસ્ટ્રેલિયા ટીમમાં પસંદગી પામીને હું ખુશ છું. હું લાંબા સમયથી T20 ક્રિકેટ રમી રહ્યો છું. હું ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં જે ભૂમિકા ભજવી રહ્યો હતો તે જ ભૂમિકા ઓસ્ટ્રેલિયા માટે ભજવીશ. મને લાગે છે કે આ કારણે મારી પસંદગી કરવામાં આવી છે. IPL સૌથી મોટી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ લીગ છે. તેમાં રમવું મારી કારકિર્દીનો સૌથી મોટો પડકાર હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે રમીને ઘણું શીખવા મળ્યું. આનાથી મને મારી રમત સુધારવાની તક મળી છે.
ડેવિડ માટે આગળનો રસ્તો સરળ નથી
ડેવિડને ભારત સામેની શ્રેણી અને ટી-20 વર્લ્ડ કપ માટે પણ ટીમમાં જગ્યા મળી છે. જોકે, ઓસ્ટ્રેલિયા ટીમમાં તેમની સ્થિતિ ભારતના પ્રવાસ પછી રસપ્રદ બની જશે, કારણ કે માર્શ અને સ્ટોઈનિસ ત્યાં સુધીમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે અને આ બંને વિશ્વ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બને તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ડેવિડને પ્લેઈંગ ઈલેવનમાં કેવી રીતે સામેલ કરવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Mumbai indians