રોહિત શર્માના સાથી ખેલાડીએ 5 બોલમાં 5 છગ્ગા માર્યા, 500ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન


નવી દિલ્હી: કેરેબિયન પ્રીમિયર લીગમાં દક્ષિણ આફ્રિકાના 19 વર્ષીય બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે ધમાકેદાર બેટિંગ કરી છવાય ગયો હતો. તેણે 6 બોલ રમ્યા અને પહેલા બોલને છોડીને તે પછીના પાંચ બોલ પર છગ્ગાનો વરસાદ કર્યો. બ્રેવિસે માત્ર 6 બોલમાં 500ના સ્ટ્રાઈક રેટથી 30 રન ફટકાર્યા હતા. આ આક્રમક ઇનિંગના કારણે બ્રેવિસની ટીમ સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઓટ્સે ત્રિનબાગો નાઇટ રાઇડર્સ સામે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા.

હાઇલાઇટ્સ

CPL-2022માં રોહિત શર્માના સાથી ખેલાડીએ ધમાકેદાર બેટિંગ કરી
6 બોલમાં 30 રન, છેલ્લા 5 બોલમાં 5 છગ્ગા ફટકાર્યા

સેન્ટ કિટ્સના કેપ્ટન ડ્વેન બ્રાવોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ટીમની શરૂઆત સારી રહી ન હતી. આન્દ્રે ફ્લેચર, એવિન લુઈસ અને કેએસી કાર્ટી 28 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા. ધારણા હતી કે, સેન્ટ કિટ્સ જલ્દીથી બહાર નીકળી જશે. પરંતુ, ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા શેફેન રધરફોર્ડે આખી રમત ઊંધી પાડી દીધી. તેણે કેપ્ટન બ્રાવો સાથે ચોથી વિકેટ માટે 52 બોલમાં 66 રન જોડ્યા. જોકે, 17મી ઓવરમાં બ્રાવો 23 રન બનાવીને આઉટ થયો હતો. તે સમયે ટીમનો સ્કોર 4 વિકેટે 94 રન હતો. પરંતુ, છેલ્લા 18 બોલમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા રધરફોર્ડ અને ડેવાલ્ડ બ્રેવિસે હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહ ફરી ઉતરશે મેદાને; આજે કરો યા મરો મેચમાં ઓસ્ટ્રેલિયા સાથે ટકરાશે, જાણો શું કહે છે આંકડા?

બ્રેવિસ-રધરફોર્ડે 18 બોલમાં 69 રન ફટકાર્યા હતા

બ્રેવિસ અને રધરફોર્ડે મળીને છેલ્લા 18 બોલમાં 69 રન બનાવ્યા હતા. તેની શરૂઆત 18મી ઓવરથી થઈ હતી. આ ઓવરમાં રધરફોર્ડે 1 સિક્સ અને 2 ફોર લગાવ્યા હતા. અકીલ હુસૈન સેન્ટ કિટ્સની ઇનિંગ્સની 19મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેની ઓવરમાં બ્રેવિસ અને રધરફોર્ડે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ ઓવરમાં આ બંને બેટ્સમેનોએ કુલ 4 સિક્સર અને એક ફોર ફટકારી હતી. બ્રેવિસે આ ઓવરના છેલ્લા 3 બોલ પર સતત 3 છગ્ગા ફટકાર્યા હતા. 20મી ઓવરમાં રધરફોર્ડ 78 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. પરંતુ, બ્રેવિસે આ ઓવરના છેલ્લા 2 બોલમાં વધુ બે છગ્ગા લગાવ્યા હતા. આ રીતે તેણે 500ના સ્ટ્રાઈક રેટથી માત્ર 6 બોલમાં 30 રન બનાવ્યા.

બ્રેવિસ મુંબઈ ઈન્ડિયન્સ સાથે IPL રમ્યો હતો

બ્રેવિસ આ વર્ષની IPLમાં રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. એબી ડી વિલિયર્સની જેમ તેની બેટિંગને કારણે તેને બેબી એબી પણ કહેવામાં આવે છે. બ્રેવિસે IPL-2022ની 7 મેચોમાં 142ના સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા હતા. તે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ લીગ SA20 માં મુંબઈ ઈન્ડિયન્સની માલિકીની MI કેપ ટાઉન સાથે પણ જોડાયો છે.

Published by:mujahid tunvar

First published:

Tags: Cricket News in Guajarati, Rohit sharam, Sports news, ક્રિકેટ ન્યૂઝSource link

Leave a Comment