લગ્નની સીઝન દરમિયાન ફરી એકવાર સોના ચાંદીની કિંમતોમાં વધારો તમારા શહેરની કિંમતો જાણો


નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી તેજી તરફ દોડી રહ્યા છે. તેવામાં આજે ફરી એકવાર બંને કિંમતી ધાતુની કિંમતોમાં ઉછાળો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું વધીને 53 હજાર તરફ જઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 62 હજારથી ઉપર ચઢ્યા છે. આજે સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.39 ટકાના ઉછાળા સાથે 52,658 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.85 ટકા ઉછળીને 62,154 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો વચ્ચે સોનામાં ફરી ચળકાટ જોવા મળ્યો છે. જોકે આજના વધારા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

આ પણ વાંચોઃ અચાનક આ શેરે ભરી ઉડાન 8 દિવસમાં રુ.1 લાખ બન્યા રુ.2.21 લાખ

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.39 ટકાના ઉછાળા સાથે 52,658 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.85 ટકાના ઉછાળા સાથે 62,154 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,658 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4533 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)

શહેર 22 કેરેટ 24 કેરેટ
Chennai ₹49,310 ₹53,780
Mumbai ₹48,550 ₹52,970
Delhi ₹48,700 ₹53,120
Kolkata ₹48,550 ₹52,970
Bangalore ₹48,600 ₹53,020
Hyderabad ₹48,550 ₹52,970
Kerala ₹48,550 ₹52,970
Pune ₹48,550 ₹52,970
Vadodara ₹48,600 ₹53,020
Ahmedabad ₹48,600 ₹53,020
Jaipur ₹48,700 ₹53,120
Lucknow ₹48,700 ₹53,120
Coimbatore ₹49,310 ₹53,780
Madurai ₹49,310 ₹53,780
Vijayawada ₹48,550 ₹52,970
Patna ₹48,590 ₹53,010
Nagpur ₹48,550 ₹52,970
Chandigarh ₹48,700 ₹53,120
Surat ₹48,600 ₹53,020
Bhubaneswar ₹48,550 ₹52,970
Mangalore ₹48,600 ₹53,020
Visakhapatnam ₹48,550 ₹52,970
Nashik ₹48,580 ₹53,000
Mysore ₹48,600 ₹53,020

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today



Source link

Leave a Comment