લગ્નની સીઝન વચ્ચે જ સોના ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો તમારા શહેરની કિંમતો જાણો


નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાંથી મળતા પોઝિટિવ સંકેતો બાદ ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી તેજી તરફ દોડી રહ્યા હતા. જોકે તેવામાં આજે એશિયન માર્કેટ અને ભારતીય બજારોમાં તગડા ઘટાડા વચ્ચે આ બંને કિંમતી ધાતુની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ઘટીને 52 હજાર તરફ જઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ 60 હજાર તરફ નીચે સરકી રહ્યા છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.07 ટકા ઘટાડા સાથે 52,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.62 ટકા ઘટીને 60,496 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક પોઝિટિવ સંકેતો છતાં સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે. જોકે આજના ઘટાડા સાથે સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

આ પણ વાંચોઃ Archean Chemicalનો GMP રુ.100ને પાર થયો, આજે લિસ્ટિંગ પછી શું કરવું અહીં સમજો

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.07 ટકાના ઘટાડા સાથે 52,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.62 ટકાના ઘટાડા સાથે 60,496 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,550 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4641 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Share Market Weekly Update: આજથી શરું થતાં બજારમાં આ 10 બાબતો નક્કી કરશે ચાલ

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)

શહેર 22 કેરેટ 24 કેરેટ
Chennai ₹49,200 ₹53,670
Mumbai ₹48,500 ₹52,920
Delhi ₹48,700 ₹53,070
Kolkata ₹48,500 ₹52,920
Bangalore ₹48,550 ₹52,970
Hyderabad ₹48,500 ₹52,920
Kerala ₹48,500 ₹52,920
Pune ₹48,530 ₹53,000
Vadodara ₹48,530 ₹53,000
Ahmedabad ₹48,550 ₹52,970
Jaipur ₹48,700 ₹53,070
Lucknow ₹48,700 ₹53,070
Coimbatore ₹49,200 ₹53,670
Madurai ₹49,200 ₹53,670
Vijayawada ₹48,500 ₹52,920
Patna ₹48,530 ₹53,000
Nagpur ₹48,530 ₹53,000
Chandigarh ₹48,700 ₹53,070
Surat ₹48,650 ₹52,970
Bhubaneswar ₹48,500 ₹52,920
Mangalore ₹48,650 ₹52,970
Visakhapatnam ₹48,500 ₹52,920
Nashik ₹48,530 ₹53,000
Mysore ₹48,650 ₹52,970

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ પણ વાંચોઃ રોકાણ કરતા પહેલા જાણી લો નીતિન કામથની આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ, ફાયદામાં રહેશો

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today



Source link

Leave a Comment