Table of Contents
કોણ હોય છે વેડિંગ પ્લાનર્સ
એક વેડિંગ પ્લાનર્સ લગ્ન સાથે જોડાયેલી તૈયારીઓ, યોજના અને મેનેજમેન્ટના કામની જવાબદારી લે છે. કેટરર્સની વ્યવસ્થા કરવી, મહેમાનો માટે હોલ બુકિંગ, વાહનોની વ્યવસ્થા, લાઈટિંગ, ડીજે, ડેકોરેશનથી લઈને દરેક પ્રકારના કામ વેડિંગ પ્લાનર કરે છે. પોતાના ગ્રાહકની જરૂરિયાત અને બજેટ પ્રમાણે સારી રીતે લગ્નનો પ્રસંગ સંપન્ન કરાવવા જ વેડિંગ પ્લાનરનો ઉદ્દેશ હોય છે.આ પણ વાંચોઃ કર્મચારીઓ બનશે માલામાલ! કેન્દ્ર સરકાર કરશે મોંઘવારી ભથ્થામાં વધારો
વેડિંગ પ્લાનર્સ દ્વારા આપવામાં આવતી સેવાઓમાં સામેલ છે.
ડેકોરેશન કરાવવું
કેટરિંગની જવાબદારી
ઈન્વિટેશન કાર્ડ
પ્રસંગ અનુસાર વર અને કન્યાના પોશાકની પસંદગી કરવી.
લગ્ન સાથે જોડાયેલા ઈવેન્ટ જેમ કે, રિસેપ્શન, હલ્દી, મહેંદી વગેરેનું આયોજન
લાઈટિંગ/વીજળી
અવગણવામાં આવી હોય તેવી કોઈ પણ બાબતમાં મદદ કરવી
વેન્ડર્સ સાથે સંકલન કરવું
તે સુનિશ્ચિત કરવું કે લગ્નની પાર્ટી યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ થાય
આ પણ વાંચોઃકોણ છે તે વ્યક્તિ જેમણે ભારતના લોકોને Maaza અને Thumbs Up જેવી સોફ્ટ ડ્રિંક્સ સાથે પરિચય કરાવ્યો?
કેવી રીતે બની શકાય વેડિંગ પ્લાનર
વેડિંગ પ્લાનર બનવા માટે આમ તો કોઈ કોર્સ કે સર્ટિફિકેટની જરૂર હોતી નથી, પરંતુ કોઈ પણ વેડિંગ પ્લાનરના નામે આગળ ‘સર્ટિફાઈડ’ કે ‘માસ્ટર પ્લાનર’ લખેલું હોવું જોઈએ. આ માત્ર ઈન્ડસ્ટ્રી હોદ્દો છે. હાલમાં જ કેટલાક એવા કોર્સ પણ શરૂ થઈ ગયા છે, જે વેડિંગ પ્લાનર બનવામાં મદદ કરે છે, પરંતુ વેડિંગ પ્લાનર બનવા માટે આ જરૂરી નથી.
સ્થાનિક માર્કેટની જાણકારી
એક સારો વેડિંગ પ્લાનર બનવા માટે જરૂરી છે કે તમે, એક્સટોવર્ટ હોવા જોઈએ, જેથી ગ્રાહકની સાથે ખુલ્લા મનથી વાત કરીને તેની જરૂરિયાતોને સમજી શકો. આ ઉપરાંત, તમે જે પણ વિસ્તારમાં કામ કરો છો, ત્યાંના સ્થાનિક માર્કેટની જાણકારી હોવી પણ બહુ જ જરૂરી છે. જેથી આયોજન માટે બધી વ્યવસ્થાઓ સારી અને વ્યાજબી કિંમતમાં મળી શકે. વિસ્તારના લોકો સાથે સારી વાતચીત અને સંપર્ક હોવો પણ વેડિંગ પ્લાનરને સારો બિઝનેસ અપાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર